તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 14th August 2025
ધોરાજી, કાંગશીયાળી, પડધરી, મોટા ઉમવાડા, વડોદર અને વિરપુરમાં દરોડાઃ તીનપતી રમતા ૩ર ઝડપાયા
પોલીસે છ સ્થળે દરોડા પાડી રૂ. ૧ લાખની રોકડ સહિતની મતા કબ્જે કરી

રાજકોટ, તા., ૧૪: ધોરાજી, કાંગશીયાળી, પડધરી, મોટા ઉમવાડા, વડોદર અને વિરપુરમાં પોલીસે દરોડા પાડી તીનપતીનો જુગાર રમતા ૩ર શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ પડધરીના રોજીયા ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી નદીના કાંઠે દરબાર શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ગામમાં રહેતા મહિપતસિંહ નટુભા જાડેજા, અજયસિંહ સાવજુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ લખધીરસિંહ જાડેજા, કરશન ખેંગારભાઇ પરમાર અને માવજી પ્રેમજીભાઇ પરમારને પકડી લઇ રૂ. ૧૮,ર૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
મોટા ઉમવાડામાં સાત પકડાયા
ગોંડલના મોટા ઉમવાડા ગામમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ. મયુરધ્વજસિંહ સહિતે મોટા ઉમવાડા ગામ પાસે વાડીના શેઢા પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા અનીડા ભાલોડીનો ધવલ વિનુભાઇ બગડા, નાગડકા ગામના સુખદેવસિંહ જીણાભાઇ ડાભી, કાંતીલાલ મુળજીભાઇ જોગેલ, મોટા ઉમવાડાનો ભાવેશ મહેશભાઇ સોલંકી, નાગડકા ગામનો પ્રતાપ ખીમજીભાઇ જોગેલ, મોટા ઉમવાડાના ગુલાબ ભીખાભાઇ સોલંકી, અનીડા ભાલોડીનો હાર્દિક લક્ષ્મણભાઇ ચાવડાને પકડી લઇ રૂ. ૩ર,૭૧૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
વાડોદરમાંથી ત્રણ પકડાયા
ધોરાજીના વાડોદર ગામમાં બસ સ્ટેશન પાસે પાટણવાવ પોલીસના હેડ કોન્સ. એમ.એસ.સોલંકી સહિતે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વાડોદર ગામના અશોક નાજાભાઇ ઝાપડા, ભરત આંબાભાઇ સિંગલ, રમેશ ઉર્ફે ધમો દિનેશભાઇ ચુડાસમાને પકડી લઇ રૂ.૧૧,૧પ૦ની રોકડ કબ્જે કરી હતી.
કાંગશીયાળી પાસેથી સાત શખ્સો ઝડપાયા
શાપર-વેરાવળના કાંગશીયાળી ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એમ.સી. ગોહીલ સહીતના સ્ટાફે કાંગશીયાળી ગામ પાસે રાજપથ રેસીડેન્સીના પાર્કીંગમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા રાજકોટ કોઠારીયા સોલવન્ટના સતીષ ભુપેન્દ્રભાઇ વાઘેલા, પોપટપરા પાસે રેલનગરના યુનુષ હબીબભાઇ ખીયાર, કોઠારીયા સોલવન્ટ નુરાનીપરાના નુરમહંમદ રમઝાનભાઇ ભટ્ટી, કોઠારીયા સોલવન્ટ બજરંગ સોસાયટીના પ્રતાપ ગોપાલભાઇ રાઠોડ, જંગલેશ્વર ભવાની ચોક પાસે રહેતા હસીનાબેન નિઝામભાઇ પડીયાર અને દેવનગર મેઇન રોડ નિલકંઠ પાર્કના નિલોફરબેન આબીદભાઇ મોવરને પકડી લઇ રૂ. ર૬,૮પ૦ની રોકડ તથા પાંચ મોબાઇલ મળી રૂ. ૭૧,૮પ૦ની માલમતા કબ્જે કરી હતી.
ધોરાજીમાંથી ચાર પકડાયા
ધોરાજીમાં ફરેણી રોડ ગરબી ચોક પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ધોરાજી પોલીસના હેડ કોન્સ. વાસુદેવસિંહ જાડેજા તથા પંકજભાઇ તલસાણીયાને બાતમી મળતા પીઆઇ કે.એસ.ગરચરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.કે.ગોહીલ સહીતના સ્ટાફે દરોડો પાડી ગરબી ચોક પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા કપીલ વીભાભાઇ બકુડીયા, જગદીશ રણછોડભાઇ વૈષ્ણવ, રણછોડ બીજલભાઇ જાંબુચા અને ગુરૂચરણ છેદીરામ પાટનને પકડી લઇ રૂ.૧૦,૬ર૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
કાગવડ ગામ પાસેથી છ ઝબ્બે
વીરપુરમાં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. અરવિંદસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે કાગવડ ગામ પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કાગવડ ગામના કાનજી ઉર્ફે દીપ રવજીભાઇ રીબડીયા, યાજ્ઞીક અરવિંદભાઇ ડોબરીયા, કેતન ઉર્ફે મુન્નો રણછોડભાઇ કોરાટ, રવી હેમંતભાઇ ભાલારા, અમીત બચુભાઇ ઠુમ્મર અને ચીરાગ ઉર્ફે સવો ચંદુભાઇ ઠુમ્મરને પકડી લઇ રૂ. ૧ર,ર૭૦ રોકડ તથા સાત મોબાઇલ મળી રૂ. ૧,૩ર,૭૭૦ની માલમતા કબ્જે કરી હતી.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
