<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જામકંડોરણામાં તિરંગાયાત્રા યોજાઈ

 

જામકંડોરણાઃ અહીં તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રા કન્‍યા છાત્રાલયના ગેઈટ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્‍પહાર કરી શરૂ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં ડી.જે. માં દેશભક્‍તિના ગીતોના સુરો સાથે મુખ્‍ય રસ્‍તા પર ફરી હતી આ તિરંગા યાત્રામાં તિરંગા સાથે ઉપસ્‍થિત સૌએ ભારતમાતાકી જય વંદે માતરમના નારા સાથે દેશભક્‍તિનું વાતાવરણ સજર્યુ હતું આ તિરંગા યાત્રામાં રાજકોટ જીલ્લા ભાજપ ઉપપમુખ ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપ પમુખ અશોકસિંહ વાઘેલા, મહામંત્રી ગૌતમભાઈ વ્‍યાસ, મહામંત્રી આશિષભાઈ કોયાણી, આગેવાનો ચંદુભા ચૌહાણ, ખીમજીભાઈ બગડા,બાવનજીભાઈ બગડા, કરણસિંહ જાડેજા, લીલાભાઈ ભંડેરી,સુરેશભાઈ દેશાઈ,હરસુખભાઈ પાનસુરીયા, વિનુભાઈ રાદડીયા, સુરેન્‍દ્રસિંહ વાળા, મામલતદારશ્રી તથા નાયબ મામલતદારશ્રી-પી.આઈ.આર.બી.વાઢીયા તથા પોલીસ અને હોમગાર્ડના જવાનો, સરપંચ તેમજ જીલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્‍યો,શિક્ષકો તાલુકાભરમાંથી સંગઠનના હોદેદારો, સરપંચો કાર્યકરો તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી

(11:30 AM IST)