<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

પોરબંદર એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું

79મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લેવા માટે મહાનુભાવો પોરબંદર પહોંચ્યા : મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: રાજ્યકક્ષાના 79મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાનાર કાર્યક્રમોમાં સહભાગી થવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર આવી પહોંચતા તેમનું એરપોર્ટ ખાતે ભવ્ય અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપીને તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્વાગત કરનારાઓમાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના રાજકીય અગ્રણીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, પ્રભારી સચિવ જે. જે. રંજીથકુમાર, રાજભવનના સેક્રેટરી અશોક શર્મા, જૂનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયા, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી અને સરજુ કારિયા, અશોકભાઈ મોઢા જેવા સ્થાનિક અગ્રણીઓએ પણ આ તકે રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. આ ભવ્ય સ્વાગત બાદ મહાનુભાવો સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમો માટે આગળ વધ્યા હતા.

 

(8:20 PM IST)