<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જૂનાગઢના જોષીપરામાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્શોને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ :31 હજારથી વધુનો મુદામાલ કબ્જે

ખલીલરોડ ગોવર્ધન પાર્ક પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપન્નોં ટિંચતા હતા પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક નીલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાનાઓ દ્રારા ગે.કા. પ્રોહીબીશન અને જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચનાઓ કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય અને જે અન્વયે જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.એ.બી. ગોહીલનાઓની રાહબરી હેઠળ સ્ટાફના માણસો જુનાગઢ “બી” ડિવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

   દરમ્યાન આજરોજ તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ પોલીસ હેડ કોન્સ. પરેશભાઇ બાવનજીભાઇ હુણ તથા પોલીસ કોન્સ.  કરશનભાઇ ગોવિંદભાઇ ભારાઇ નાઓને સંયુકતમાં પોતાના અંગત બાતમીદાર મારફતે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે જુનાગઢ જોષીપરા ખલીલપુર રોડ ગોર્વધન પાર્ક વ્રજધામ એપા. પાસે જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના અને પૈસા વડે રોન પોલીસ નામનો હાર-જીતનો જુગાર રમતા પુરૂષ જુગારના અખાડા ઉપર રેઇડ કરી રોકડા રૂપીયા ૩૧,૦૭૦/- મતાના મુદ્દામાલ સાથે સાત (૦૭) પુરૂષ ઇસમોને પકડી પાડી જુગાર ધારા એક્ટનો કેસ શોધી કાઢી સરકાર તરફે ફરીયાદી બની જુગાર ધારા એક્ટ કાલ્મ ૧૨ મુજબનો આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(૧) રોકડા રૂપીયા ૩૧,૦૭૦/-(૨) ગંજીપતાના પાના સંખ્યા-૫૨ કિ.રૂ.૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે 

   આ કામગીરી જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.એ.બી. ગોહીલનાઓની સુચના મુજબ પો.હે.કો. પરેશભાઇ હુણ તથા કૈલાસભાઇ જોગીયા તથા રવિન્દ્રભાઇ વાંક તથા પો.કો. મુકેશભાઇ મકવાણા તથા કરશનભાઇ ભારાઇ તથા જેઠાભાઇ કોડીયાતર તથા ભુપતભાઇ ધુળા નાઓ વિગેરે સ્ટાફએ સંયુક્તમાં મળીને કરેલ છે.

(9:48 PM IST)