<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારના સાત દરોડા દરોડામાં ૩૧ જુગાર રમતા ઝડપાયા.

જુગાર રમતા ૩૧ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ૯૧,૪૬૦ ના મુદામાલ સાથે ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત અલગ અલગ સ્થળે જુગાર રમતા ૩૧ પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ૯૧,૪૬૦ ના મુદામાલ સાથે ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

     મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રથમ બનાવમાં વિશીપરા રોહીદાસપરા મેઈન રોડ પર ચાર ગોદમ પાસે જાહેરમાં જુગાર રમતા રાજુભાઈ ગોરધનભાઈ મકવાણા, સાહિલભાઈ રમજાનભાઈ માણેક અને ધર્મેશભાઈ રમેશભાઈ મંડલીને રોકડ રકમ રૂ.૧૨૧૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજા બનાવમાં શોભેશ્વર રોડ પર વાણીયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા અશોકભાઈ બુટાભાઈ જોગડીયા, રમેશભાઈ ચતુરભાઈ પાટડીયા, વિષ્ણુભાઈ ખોડાભાઈ ધંધાણીયા, સોહિલભાઈ ઇકબાલભાઈ બેગ, ચેતન ઉર્ફે પંકજ રવજીભાઈ બારૈયા, પરમેશ્વરકુમાર લાલબાબુકુમાર પ્રસાદ અને અંકિતભાઈ ઓધવજીભાઈ વીરાણીને રોકડ રકમ રૂ.૧૨૫૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રીજા બનાવમાં ઇન્દિરાનગર વિપુલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા નીલેશભાઈ દિનેશભાઈ દેથરિયા, રાજભાઈ અશોકભાઈ ઉભડીયા,કેતનભાઈ પરેશભાઈ પારેખ, વૈભવભાઈ મનોજભાઈ ઝીન્ઝુંવાડિયા, પ્રકાશભાઈ બચુભાઈ અંબાલીયા,અજયભાઈ ગોપાલભાઈ વડલકિયા,અજીતભાઈ મજીભાઈ ઝાપડિયા અને રાહુલભાઈ ગીરીશભાઈ પરમારને રોકડ રકમ રૂ.૩૧૬૫૦ સાથે ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
   તેમજ ચોથા બનાવમાં વિશીપરા વ પ્રવિત્ર કુવા પાસે જાહેરમાં જુગાર રમતા સુરેશભાઈ લાલજીભાઈ બારૈયા, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા અને અનવરભાઈ હાજીભાઇ સમાને રોકડ રકમ રૂ.૧૨૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો પાંચમા બનાવમાં વિશીપરા વિજયનગર મેઈન રોડ શેરી ૧ ના ખૂણે જાહેરમાં જુગાર રમતા જાવીદભાઈ રજાકભાઈ દાશાણી, અબ્બાસભાઈ દાઉદભાઈ મોવર, અકતરભાઈ ગુલમામદભાઈ ઢુસા અને જુસબભાઈ સુલેમાનભાઈ સુમરાને રોકડ રકમ રૂ.૧૫૪૦૦ સાથે ઝડપી પાડ્યા હતા.તથા છઠા બનાવમાં રણછોડનગર શેરી ૧ માં જાહેરમાં જુગાર રમતા રવિભાઈ સવજીભાઈ ખાખરીયા,દીપક ઉર્ફે લાલો મનુભાઈ ચૌહાણ અને દિલીપભાઈ શોંડાભાઈ પાટડીયાને રોકડ રકમ રૂ.૫૨૦૦ સાથે ઝડપી પાડ્યા હતા તેમજ સાતમાં બનાવમાં ઇન્દ્રીરાનગર પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ શીવાભાઈ પાટડીયા, રાજેશભાઈ જીવણભાઈ સુનરા અને રાજેશભાઈ કલાભાઈ શિખાણીને રોકડ રકમ રૂ.૧૮૬૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

(12:48 AM IST)