<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

મોરબીના નહેરુ ગેટ ચોકમાં સતત ૪૦ વર્ષથી શ્યામ મિત્ર મંડળ દ્વારા કરાય છે મટકીફોડ કાર્યક્રમ

સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ રાસ ગરબા અને બપોરે ૧૨ વાગ્યે મટકી ફોડ,સાંજે ૭:૦૦ થી ૧૨:૦૦ રાસ ગરબા અને રાતે ૧૨:૦૦ વાગ્યે મટકીફોડ કાર્યક્રમ યોજાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સતત ૪૦ વર્ષથી નહેરૂ ગેટ ચોકમાં મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરતા શ્યામ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણીમાં પધારવા જાહેર આમંત્રણ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મોરબીમાં ઠેર ઠેર શ્રીકૃષ્ણ જન્મઉત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના નહેરુ ગેટ ખાતે સતત ૪૦ વર્ષ થી મટકી ફોડ મહોત્સવ ની ઉજવણી કરનાર શ્યામ મિત્ર મંડળ દ્વારા સર્વે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ છે જેમાં રાસ-ગરબા,છાસ વિતરણ,મટકીફોડ કાર્યક્રમ રાખેલ છે તો શ્યામ મિત્ર મંડળ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ ઉજવણી માં આપ સર્વે ધર્મ પ્રેમી જનતાને ભાવભીનું આમંત્રણ છે

કાર્યક્રમની રૂપ રેખા
સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ રાસ ગરબા અને બપોરે ૧૨ વાગ્યે મટકી ફોડ,સાંજે ૭:૦૦ થી ૧૨:૦૦ રાસ ગરબા અને રાતે ૧૨:૦૦ વાગ્યે મટકીફોડ કાર્યક્રમ યોજાશે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી

(12:11 PM IST)