News of Friday, 15th August 2025
માળિયાહાટીના નજીક આવેલ ઘોઘમ ધોધમા સેલ્ફી લેવા જતા ડૂબી જવાથી સગીરનુ મોત
મૃતક પોતાના મિત્રો સાથે માળિયા હાટીનાના વડાળા ગામ નજીક આવેલ ઘોઘમ ધોધ ખાતે ફરવા આવ્યો હતો

જૂનાગઢના માળિયાહાટીના નજીક આવેલ ઘોઘમ ધોધમા ડુબી જવાથી સગીરનુ મોત થયું છે. સેલ્ફીની ઘેલછામા સગીરે જીવ ગુમાવ્યો છે. મૃતક પોતાના મિત્રો સાથે માળિયા હાટીનાના વડાળા ગામ નજીક આવેલ ઘોઘમ ધોધ ખાતે ફરવા આવ્યો હતો. સેલ્ફી લેવા જતા સગીર ધોધમા સરી પડ્યો હતો. ધોધના પાણીમા ડુબી જવાથી સગીરનું મોત થયું હતું.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
