News of Saturday, 16th August 2025
સુરેન્દ્રનગરના ચોટીલા અને થાન વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો
થાનમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી: સરકારી હોસ્પિટલના મેદાનમાં પણ પાણી ભરાઈ ગયા: ચોટીલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને થાન વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. થાનમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અહીંની સરકારી હોસ્પિટલના મેદાનમાં પણ પાણી ભરાઈ ગયા છે. ચોટીલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી મેઘરાજાનું આગમન થયું છે, જેના કારણે કપાસ, મગફળી સહિતના પાકને જીવતદાન મળ્યું છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
