<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

પોરબંદરના લોકમેળામાં રાઈડ્સને લઈને પરવાનગીઓ મુદ્દે અનેક તર્ક વિતર્ક

સંચાલકોનો દાવો છે કે વહીવટી તંત્ર દ્વારા મૌખિક મંજૂરી અપાઈ છે. રાઈડ્સ સંચાલકો ઉપર ફરજિયાત વીમો ભરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ

પોરબંદરના લોકમેળામાં રાઈડ્સને લઈને પરવાનગીઓ મુદ્દે અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા છે. જાણવા મળ્યા મુજબ, રાઈડ્સ સંચાલકો પાસે સ્થળ પર પરવાનગી ઉપલબ્ધ નથી. સંચાલકોનો દાવો છે કે વહીવટી તંત્ર દ્વારા મૌખિક મંજૂરી અપાઈ છે. રાઈડ્સ સંચાલકો ઉપર ફરજિયાત વીમો ભરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે. રાતોરાત વીમા ભરાયા હોવાને કારણે અનેક સવાલો ઉભા થયા છે. મેળામાં રાઈડ્સ તો ચાલુ છે, પરંતુ જવાબદાર અધિકારીઓની હાજરી જોવા મળતી નથી. ઉપરાંત, ટિકિટના ભાવોને લઈને પણ રાઈડ સંચાલકો દ્વારા કોઈ સ્પષ્ટતા આપવામાં આવેલી નથી.

(2:17 PM IST)