<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળામાં ચકડોળ મામલે તંત્ર અને લોકો ચકડોળે ચડ્યા

વીમો ભરવા દબાણ બાદ રાતોરાત ચકડોળ ચાલુ કરવા મૌખિક મંજૂરીની ચર્ચા વચ્ચે બેફામ ભાવ લેતા ચકડોળ બંધ કરવાના આદેશ બાદ પણ ચકડોળ ચાલુ રહેતા અનેકવિધ ચર્ચા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :  પોરબંદર જન્માષ્ટમી લોકમેળામાં સાતમના  દિવસે પણ ચકડોળ ચાલુ નહિ થતા ગત રાત્રે તમામ ચક્ડોળને ફરજીયાત વીમો ભરવા દબાણ હતું તેવામાં એક રાતમાં શું થયું કે એક જ રાતમાં વીમો ભરાયો કે કેમ તેવી ચર્ચા શરૂ થઇ છે 

   ચકડોળ સંચાલકોને મૌખિક મંજૂરીની ચર્ચા વચ્ચે આજે સવારે ચકડોળ ચાલુ થતા ચકડોળ ચાલકો 80 રૂપિયા સુધીનો ભાવ લેતા લોકોમાં ખુબ વિરોધ થતા મનપા કમિશનરે તમામ ચકડોળ બંધ કરવા આદેશ આપ્યો હતો જોકે ચકડોળ ચાલકોએ આ તમામ આદેશનો  ઉલાળ્યો કરતા તમામ ચકડોળ ચાલુ રાખ્યા છે તેવામાં કોઈ દુર્ઘટના સંરજાય તો જવાબદારી કોની રહેશે તે બાબતે ચર્ચા જાગી છે 

(3:27 PM IST)