<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

કચ્છના ભુજમાં મેળો માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું

ત્રણ દિવસ માટે યોજવામાં આવેલા આ લોકમેળાની મોજ અંદાજે ત્રણ લાખથી વધારે લોકોએ માણી

ભુજ: રાજ્યભરમાં વરસાદી વાતાવરણ વચ્ચે કચ્છ આખામાં જન્માષ્ટમીના પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ભુજ,માંડવી અને અંજાર ખાતે બે દિવસના લોકમેળા પણ યોજાય છે. સૌથી મોટો ભાતીગળ મેળો ભુજના હમીરસર તળાવની ફરતે યોજાય છે અને આ વખતે સાતમના ૧૫મી ઓગસ્ટની રજા,જન્માષ્ટમીની રજા અને ત્યારબાદ રવિવારની રજા હોવાથી ત્રણ દિવસ માટે યોજવામાં આવેલા આ લોકમેળાની મોજ અંદાજે ત્રણ લાખથી વધારે લોકોએ માણી હતી.

 

રાજ્યના મોટા શહેરોથી આવેલા વેપારીઓએ રમકડાં, હોઝિયરી,લેડીસ પર્સ,બગલ થેલા,ફલાવર પોટ,માટીની મૂર્તિઓ અને કાષ્ટ કામની ગૃહ સજાવટની ચીજવસ્તુઓના સ્ટોલ ગોઠવીને ભુજના સાતમ-આઠમના મેળામાં પોતપોતાના સ્ટોલ ઉભા કર્યા હતા અને જે મળ્યું તેના હિસાબે સ્ટોક ક્લિયરન્સ કરવામાં લાગ્યા હતા. આનો લાભ બાળકો અને ગૃહિણીઓને થવા પામ્યો છે કારણ કે,રમકડાં સહિતની ચીજ વસ્તુઓ ખુબ સસ્તામાં ઝડપથી વહેંચાઈ જવા પામી હતી.

(4:53 PM IST)