News of Saturday, 16th August 2025
વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજમાં ૭૯ માં સ્વાતંત્ર્ય દિવસ નું આયોજન"

જામનગરઃ વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ જામનગરમાં તા.૧૫/૦૮/૨૦૨૫, શુક્રવારના રોજ ૭૯માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સૌપ્રથમ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર પંકજભાઈ છીછીઆ, પ્રિન્સિપાલ શ્રી રામ કેવલરામાણી તથા સ્ટાફ મિત્રો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સ્પીચ,ક્વિઝ તથા સંગીત જેવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીશ્રી,પ્રિન્સિપાલ શ્રી તથા સ્ટાફ મિત્રોનો અમૂલ્ય સહયોગ રહ્યો હતો.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
