તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Sunday, 17th August 2025
મોરબી બન્યું કૃષ્ણમય: જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, વિશાળ શોભાયાત્રા નીકળી, માનવ મહેરમણ ઉમટ્યો.
હિન્દૂ સંગઠનો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા : 18 સ્થળોએ મટકી ફોડના આયોજનો : હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા પ મોરબીમાં જન્માષ્ટમીના પર્વે જાણે ગોકુળીયુ બન્યું હોય તેમ કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી,શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આસ્થાભેર જોડાયા હતા
મોરબી શહેરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સર્વે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના દિવસે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા હિંદુ સંગઠનો દ્વારા જડેશ્વર મંદિરથી રામ મહેલ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી સાથે જ આ શોભાયાત્રા દરમિયાન શહેરમાં અલગ-અલગ 18થી વધુ સ્થળોએ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયા હતા .
શ્રી કૃષ્ણ જન્મોત્સવની આ શોભાયાત્રાની શરૂઆત જડેશ્વર મંદિરથી થઇ હતી. ત્યાંથી સુપર ટોકિઝ, સીપીઆઈ ઓફિસ, નવાડેલા રોડ, રિદ્ધિસિદ્ધિ ફટાકડા, ખાખીની જગ્યા, જુના બસ સ્ટેશન, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાન, ભગતસિંહ ચોક, યદુનંદન ગેઈટ, નગર દ૨વાજા, ગ્રીન ચોક થઈ રામ મહેલ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હિંદુ સમાજના અલગ અલગ ફ્લોટ્સ પણ જોડાયા હતા. ધાર્મિક સંગઠનોના ફ્લોટ્સ પણ જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી. વધુમાં હિન્દુ સંગઠનો દ્વારા અવનવા કરતબો રજૂ કરવામાં આવ્યા હતા
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
