<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના રૂમમાંથી જુગારધામ ઝડપાયું: મંદિર પાર્ષદ સહિત 8 લોકો જુગાર રમતા પકડાયા

મંદિરમાં રહેતા હરીકૃષ્ણ ગભરૂભાઇ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષ્ણ ગુરૂ છત્રભુજદાસજી સ્વામી દ્વારા બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમતા હતા : એક લાખથી વધુની રોકડ સહીતનો મુદામાલ જપ્ત

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાંથી, પાર્ષદ સહિત કુલ 8 વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા છે. ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ના ઉતારા વિભાગના પાંચમા માળે આવેલા રૂમ નંબર 509માંથી કુલ 8 વ્યક્તિ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે. 

મંદિરમાં રહેતા હરીકૃષ્ણ ગભરૂભાઇ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષ્ણ ગુરૂ છત્રભુજદાસજી સ્વામી દ્વારા બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું.

જુગાર પટ માંથી 1,10,850 રૂપિયાની રોકડ રકમ તથા રૂપિયા 60,000 હજારના આઠ મોબાઈલ મળીને 1,70,850 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે લીધા છે. ઝડપાઈ ગયેલા જુગારીઓમાં, હરિકૃષ્ણ ગબરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ સત્ર ભૂજ દાગજી સ્વામી રહે ગઢડા જુના મંદિર, જીગ્નેશભાઈ તળશીભાઈ કાવઠીયા રહે બાબરા રાજેશભાઈ બચુભાઈ સાવલીયા, લાલજીભાઈ ભગવાનભાઈ વાઘેલા, પરેશભાઈ બાલાભાઈ જોગાણી, કેવલ ભાઈ ગુણવંતભાઈ કાવઠીયા અમરાપર, પંકજભાઈ બાબુભાઈ કાવઠીયા, પૂર્વેશભાઈ બાબુભાઈ જોગાણી. અમરેલી જિલ્લાના રહેવાસી છે. પોલીસ દ્વારા જુગારીઓને રંગેહાથ ઝડપી ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:36 AM IST)