<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન : ખેડૂતોમાં ખુશીનો માહોલ

ધારીના માધુપુર ચોકડી પાસે પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો

અમરેલી : રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે  લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન થયું છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ બપોરથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. 

  બીજી તરફ ધારીના માધુપુર ચોકડી પાસે પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો. જોકે સદનસીબે સ્થાનિકો અને અન્ય વાહનચાલકોની મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.

(2:32 PM IST)