<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

અમરેલીના વડિયા અને બગસરા પંથકમાં ભારે વરસાદ: બગસરામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

લુઘીયા, ચુડાવડ, સાપર, મુજીયાસર જેવા ગામોમાં પણ સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા

 અમરેલી : લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાનું પુનરાગમન થયું છે,જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી જ ભારે ઉકળાટ અને બફારા બાદ બપોરથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે

વડિયા અને બગસરા પંથકમાં ભારે વરસાદ થયો છે. વડિયા શહેરમાં વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા છે. વડિયા, કુકાવાવ સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લુઘીયા, ચુડાવડ, સાપર, મુજીયાસર જેવા ગામોમાં પણ સારો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા છે.

(2:33 PM IST)