News of Sunday, 17th August 2025
અમરેલીના લાઠી પંથકમાં વરસાદે જોર પકડ્યું : બાબરામાં ધોધમાર વરસાદ
નીલવડા, દરેડ, બરવાળા, ખાખરિયા, જામબરવાળા, ગલકોટડી, માધુપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો

અમરેલીના લાઠી પંથકમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું હતું. લાઠી શહેર, દામનગર, રામપર, તાજપર, ભુરખીયા જેવા ગામોમાં પણ સારો વરસાદ થયો છે. બીજી તરફ, બાબરામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. નીલવડા, દરેડ, બરવાળા, ખાખરિયા, જામબરવાળા, ગલકોટડી, માધુપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરમાં સારો વરસાદ પડતાં બજારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
આ વરસાદથી ખેતરોમાં ઉભા પાકને ફાયદો થશે. સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધરતીપુત્રોએ આ વરસાદને 'અમૃત' સમાન ગણાવ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
