News of Sunday, 17th August 2025
સિહોરનો ગૌતમશ્વર ડેમ ઓવરફ્લો : ગોમતી નદીમાં ઘોડાપુર આવતા મંગણાલા પાસેનો કોઝવે તૂટી ગયો
મુખ્ય માર્ગને જોડતા પાંચ ગામોમાં જતાં માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો :ફરી એકવાર પાંચ ગામના લોકોને હાલાકી

ભાવનગર :ઉપરવાસના પાલીતાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા સિહોરનો ગૌતમશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો.
ડેમ ઓવરફ્લો થતા ગોમતી નદીમાં ઘોડાપુર આવતા મંગણાલા પાસેનો કોઝવે તૂટી ગયો હતો. જેના કારણે મુખ્ય માર્ગને જોડતા પાંચ ગામોમાં જતાં માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો છે. આ વિસ્તારમાં અગાઉ પણ ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી. તંત્ર દ્વારા સમયસર નાળાનું યોગ્ય રીપેરીંગ નહી થતાં નાળું ફરીવાર તૂટી જતા મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહીત પાંચ ગામનો વાહન વ્યવહાર કપાઈ ગયો છે. જેના કારણે ફરી એકવાર પાંચ ગામના લોકોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
