News of Sunday, 17th August 2025
કોડીનારના મૂળદ્વારકા ખાતે દ્વારકાધીશની જગ્યામાં સીમા જાગરણ દ્રારા અનોખો મટકી ઉત્સવ ઉજવાયો
માત્ર ૧૭.૨૫ સેકન્ડમાં મટકી ફોડી ચૌહાણ ની ખાણ ગામ પ્રથમ ક્રમે રહ્યું સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તેવા ૧૬ પરિવારોનું પણ સીમા જાગરણ મંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું

કોડીનાર તા.17: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે ભવ્યાતિભવ્ય મટકી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમી પર્વ નિમિત્તે સીમા જાગરણ મંચ ગીર સોમનાથ અંતર્ગત શકિત કેન્દ્ર મૂળદ્વારકા દ્વારા હિન્દુ એકતા અને સંગઠનના દર્શન થાય તેમજ ઉત્સવોમાં સમરસતા જળવાઈ રહે એ આશયથી મૂળદ્વારકા બંદર આસપાસના ૧૬ ગામો વચ્ચે મટકી સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા મૂળદ્વારકા, મઠ, ચૌહાણની ખાણ, ગોહિલની ખાણ, બરડા, કડવાસણ, પેઢાવાડા, નવાગામ, દુદાણા, ઇચવડ, પણાદર, પીપળી, દેવળી, છારા, કડોદરા અને દામલી ગામના ગોવિંદાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમા ૧૭.૨૫ સેકન્ડમાં મટકી ફોડી ચૌહાણ ની ખાણ ગામ પ્રથમ ક્રમે રહ્યું હતું. બીજા ક્રમે ૨૬.૭૮ સેકન્ડ સાથે દામલી ગામ અને ત્રીજા ક્રમે ૨૭.૮૧ સેકન્ડ સાથે મુળદ્રારકા ગામ રહ્યું હતું. સાથે આ ૧૬ ગામોમાં જે પરિવારમાં સૌથી વધુ સભ્યો સંયુક્ત પરિવારમાં રહેતા હોય તેવા ૧૬ પરિવારોનું પણ સીમા જાગરણ મંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું.વરસતા વરસાદ વચ્ચે પણ
હજારોની સંખ્યામાં કોડીનાર શહેર અને આસપાસના ગામોના લોકોએ આ સ્પર્ધાને માણી હતી. જન્માષ્ટમી પર્વ નિમિત્તે આ સ્પર્ધાનો હેતુ હિન્દુ સંગઠનની મજબૂતી , સામાજીક સમરસતા અને સમૂહ ઉત્સવની ભાવના જળવાઇ રહે તે રહ્યો. ભાગ લેનાર તમામ ગામોને પ્રોત્સાહિત ઇનામો તથા વિજેતા ગામોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય વકતા તરીકે આર,એસ,એસ પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી સીમા જાગરણ મંચ પ્રાંત કારોબારી સદસ્ય જયદિપસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા સાહેબ ઉપરાંત જુનાગઢ/સોમનાથ જીલ્લાના સંઘ મા વિવિધ જવાબદારીઓ વહન કરતા અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહી સ્વયંસેવકો ને માર્ગદર્શન અને હૂંફ આપેલ.
આ ઉત્સવના આયોજન માટે ઘણા દિવસોથી "સીમા જાગરણ મંચ"ના જીલ્લા મહામંત્રી જીક્ષેશભાઇ પરમાર ના માગૅદશૅન હેઠળ ટીમના કાર્યકર્તાઓ ખૂબ જ જેહમત ઉઠાવી રહ્યા હતા. જેમાં અદાણી સિમેન્ટ ના અધિકારીઓ તથા મુળ દ્વારકા,મઠ, ચૌહાણ ની ખાણ ગામના તમામ યુવાનોએ ખૂબ મહેનત કરેલી. ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વાદ પણ હતા કે વરસતાં વરસાદમાં પણ હજારોની સંખ્યામાં લોકો આ ઉત્સવ જોવા ભેગા થયેલા પણ વિના વિઘ્ને કાર્યક્રમ શાંતિ થી સંપન્ન થયો.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
