News of Tuesday, 19th August 2025
ચારણ જગદંબા આઈશ્રી રૂપલ માતાજીના ૩૫મા પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણીઃ ગૌશાળાનું લોકાપર્ણ અને યજ્ઞશાળાનું ભૂમિપૂજન

રાજકોટઃ ચારણી આઈ પરંપરાના દિવ્ય સ્વરૂપ, પરમ પૂજ્ય આઈશ્રી રૂપલ માતાજીનો ૩૫મો પ્રાગટય દિવસ તા. ૧૬ ઓગસ્ટને શનિવારના રોજ રામપરા સ્થિત નવદુર્ગા શક્તિ તીર્થ રૂપલ ધામ ખાતે ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો. આઈશ્રીના અવતરણ તત્વને વધાવવા ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
આઈશ્રી રૂપલ માતાજીનું અવતરણ એ સામાન્ય જન્મ નથી, પરંતુ જગતના કલ્યાણ અર્થે પોતાની નિયતિ નક્કી કરીને ધરતી પર થયેલો દિવ્ય અવતાર છે. આ અવતારકાર્યો કોઈ અંધશ્રદ્ધા કે તામસિક વળત્તિઓથી પ્રેરાયેલા હોતા નથી, પરંતુ તે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે. આઈશ્રીનો સંદેશ સ્પષ્ટ છેઃ પુરાવા કર્મ આપે છે. અહીં કોઈ દોરા-ધાગા કે ધૂણવા જેવી પ્રવળત્તિઓને સ્થાન નથી. માત્ર ચારણી આઈ પરંપરાની પવિત્રતા અને સનાતન ધર્મનો સાચો માર્ગ જાળવવામાં આવે છે. આઈશ્રીના માર્ગે ચાલવું એ જ તેમના પ્રત્યેની સાચી શ્રદ્ધા છે.
આઈ રૂપલ માઁ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ, પૂજ્ય સોનલ માતાજીના આદર્શોને અનુસરીને આઈશ્રી રૂપલ માતાજી સમાજ સેવાના અનેક કાર્યો કરી રહ્યા છે.
શિક્ષણની જ્યોતઃ ગીર, આલેચ અને બરડા પંથકના નેસ વિસ્તારમાં રહેતા અને શિક્ષણથી વંચિત બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ટ્રસ્ટ દ્વારા ધોરણ ૧ થી ૧૦ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. હાલમાં ૮૦ જેટલા બાળકો, જેમાં ખાસ કરીને નેસમાં રહેતા ચારણ-ગઢવી, રબારી અને ભરવાડ સમાજના બાળકો કે જેઓને સીમશાળાની વ્યવસ્થા પણ નોતી એવા બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હતા ત્યારે આ બીડું આઈશ્રી રૂપલ માઁ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈશ્રી રૂપલ માતાજીના આશીર્વાદથી ઉપાડવામાં આવ્યું
કન્યાદાન મહાદાનઃ સમાજમાં કોઈ પણ જાતના ઉંચ-નીચના ભેદભાવ વગર, ગરીબ પરિવારોની દીકરીઓ માટે દર વર્ષે ચૈત્ર મહિનામાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થાય છે.
પર્યાવરણ અને ધર્મરક્ષાઃ પર્યાવરણની સુરક્ષા માટે નિયમિતપણે દર વર્ષે વળક્ષારોપણ કાર્યક્રમો યોજાય છે. ઉપરાંત, દેવી ભાગવત કથા જેવા પવિત્ર આયોજનો પણ કરવામાં આવે છે.
પ્રાગટય દિવસના કાર્યક્રમોઃ આઈશ્રી રૂપલ માતાજીના ૩૫મા પ્રાગટય દિવસની ઉજવણીના ભાગરૂપે શનિવાર અનેક દિવ્ય કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું
ગૌશાળા અને યજ્ઞશાળાનું લોકાર્પણ/ભૂમિપૂજનઃ આઈશ્રી રૂપલ માતાજીના કરકમલો દ્વારા ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને યજ્ઞશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
ધાર્મિક કાર્યક્રમોઃ ભક્તો માટે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે, અને રાત્રિના સમય ભજનનો કાર્યક્રમ યોજાયો.
ભજન ભોજન અને ભક્તિનો સંગમઃ આખા વર્ષ દરમિયાન ભક્તો માટે સવાર, બપોર અને સાંજે ભોજન -સાદની વ્યવસ્થા રાખવામાં આવે છે.
ગોકુળ અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કળષ્ણનું અવતરણ થયું અને આજના દિવસે આઈશ્રી રૂપલ માતાજીનું પણ અવતરણ થયું છે માતાજીના આશીર્વાદ મેળવી અને આ સેવા અને ધર્મના મહાપર્વના સાક્ષી બનેલા સર્વે શ્રદ્ધાળુઓ ઉપર આઈશ્રી રૂપલ માતાજીના આશીર્વાદ વરસી રહ્યાનું જીણાભાઈ ગઢવીની યાદીમાં જણાવ્યું હતું.(સંજય ડાંગર, ધ્રોલ, અકિલા)
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
