News of Tuesday, 19th August 2025
કચ્છના પદમપર ગામે ખાટલામાં સૂવા મુદ્દે યુવાનની હત્યા
છેલ્લી વાતચીત....ઝઘડો ચાલુ હતો ત્યારે જ ભાઈ સાથેનો ફોન કપાઈ ગયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯: આજે લોકોની સહનશક્તિ ઘટી રહી છે પરિણામે નાની મોટી બાબતોમાં થતી બોલાચાલી કે ઝઘડો મારામારી અને કયારેક હત્યામાં પરિણમે છે. કચ્છના માંડવી તાલુકાના પદમપર ગામે ખેતરમાં મજૂરી કરતા અને સાથે રહેતા બે ખેત મજુરો વચ્ચે પલંગમાં સૂવા બાબતે થયેલો ડખ્ખો હત્યામાં પરિણમ્યો હતો. ૪૦ વર્ષીય વિક્રમ ભૂરસિંગ રાઠવાની હત્યા કરેલી હાલતમાં મળી આવેલી લાશ બાદ આ મુદ્દે સંજય નાનજી નાયક સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. મળતક વિક્રમનો તેના ભાઈ વિજય સાથે ફોન ચાલુ હતો અને બંને ભાઈઓ રૂમમાં રહેતા સાથીદાર સંજયના ઝઘડા અંગે વાત કરી રહ્યા હતા ત્યારે જ ફોન કપાઈ ગયો હતો. એ છેલ્લી વાતચીત હતી અને બીજે દિવસે વિક્રમની હત્યાના સમાચાર મળ્યા. પોલીસે સંજય નાયક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨.૬)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
