<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સોમનાથનો સાગર વહાણવટા સફરથી ધમધમવા લાગ્‍યોઃ ૭૬ દિવસનું દરિયાઇ વેકેશન પુરું થતાં જ દરિયા ભણી દોટ

સીઝન શરૂ થતાં જ દરિયા ભણી વહાણો ચાલ્‍યા...

પ્રભાસ-પાટણ :.. સોમનાથ દરિયાઇ વહાણવટા ૭૬ દિવસનું ચોમાસું વેકેશન પૂર્ણ થતાં જ વિધીવત પૂજા, પાઠ, સત્‍યનારાયણ કથા ફૂલહાર કરી દરિયાઇ વહાણવટાનો ધીમે ધીમે પ્રારંભ થઇ ગયો છે. ફીસરીઝ અધિકારી વિનોદ પંડયાના જણાવ્‍યા અનુસાર ગીર-સોમનાથ જીલ્લામાં ૬૮પ૪ નાના-મોટા વહાણો છે, જેમાંથી ૧૩ર૯  વહાણ ચાલકોએ દરિયાઇ પ્રવેશનું ટોકન મેળવી મચ્‍છીમારી અને અન્‍ય વ્‍યવસાયિક ટ્રીપ માટે સફર તા. ૧૬ ઓગષ્‍ટથી પ્રારંભ કરી દીધો છે. બંદર અને દરિયો વહાણો અને માનવ ચહલપહલથી ધમધમતો થયો છે. (મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય)

(11:24 AM IST)