News of Tuesday, 19th August 2025
બગસરાના નવા વાઘણીયા ગામે વિજળી ત્રાટકી ઇલેકટ્રીક ઉપકરણો બળીને ખાખ સ્લેબ પર વીજળી પડી મકાનને ભારે નુકશાન

બગસરા :. તાલુકાના નવા વાઘણીયા ગામે વરસાદના કારણે વિજળીના કડાકા ભડાકા થતા મકાન પર વિજળી પડતા મકાન માલિક કમલેશભાઇ વિઠ્ઠલભાઇ સાકરીયાને પૂછતા તેમણે જણાવ્યું સોલાર પેનલ પંખા ફ્રીઝ કલર ટીવી મકાનમાં દસ લાખ જેવું ભારે નુકસાન થયેલ છે. સરકાર પાસે સહાય માટે માંગણી કરેલ છે. આ બાબતે બગસરા તાલુકા ભાજપ મહામંત્રી દેવરાજભાઇ રાંકનો સંપર્ક કરતા તેમણે સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવા ખાતરી આપી હતી. (તસ્વીર - અહેવાલ - સમીર વીરાણી -બગસરા)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
