<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

શ્રી દ્વારકાધીશ ભગવાનના ‘5252'માં જન્‍મોત્‍સવની ભવ્‍યતાથી ઉજવણી

રાત્રીના ૧ર ના ટકોરે જગતમંદિર પરિસરમાં નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલ કી... ના ગગનભેદી નાદ ગુંજયા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૯: પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી અષ્ટમી એટલે કે જન્‍માષ્ટમી પર્વના પાવન અવસરે ગતરાત્રિએ હજારો ભાવિકોના ઘોડાપુરમાં જય મુરલીધર જય દ્વારકાધીશ જય રણછોડ માખણચોરના ગગનચુંબી જયઘોષ સાથે શ્રીકળષ્‍ણ ભગવાનના પરપર માં જન્‍મોત્‍સવની ભકિતમય માહોલમાં ભવ્‍યાતિભવ્‍ય ઊજવણી કરવામાં આવી હતી. વરસાદી માહોલમાં રાત્રિના ૧૨ના ટકોરે શ્રી દ્વારકાધીશજીના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં જળહળતી રોશની વચ્‍ચે સમગ્ર દ્વારકા નગરી તેમજ બહારથી પધારેલ કળષ્‍ણભકતોના માનવ મહેરામણની ઉપસ્‍થિતિમાં ઉજવાયો હતો. રાત્રિના ૧૨ ના ટકોરે સર્વત્ર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે જન્‍માષ્ટમી પર્વની ભવ્‍ય ઊજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પાવન અવસરે હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી તાાનનો પણ લાભ લીધો હતો.

શ્રીકળષ્‍ણ ભગવાનના જીવનચરિત્રના મહત્ત્વના દિવસો પૈકીનો શ્રીજીનો જન્‍મ પર્વ અટેલે કે જન્‍માષ્ટમી પર્વને સદીઓથી યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્‍ધ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઊજવવામાં આવે છે. હિન્‍દુ ધર્મ શાષાો અનુસાર મનુષ્‍ય જીવનની યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન વગર અધૂરી છે. એટલે જ દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર પરિસરને કલાત્‍મક લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવેલ. રાત્રિના ૧૨ ના ટકોરે જન્‍મોત્‍સવ આરતીમાં રાજકીય અગ્રણીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિકારીગણ તેમજ દેવસ્‍થાન સમિતિના વહીવટદાર, દ્વારકાધીશજીનો પૂજારી પરિવાર તેમજ હજારો કળષ્‍ણભકતોની ઉપસ્‍થિતિમાં ઉજવવામાં આવ્‍યો હતો. ભાવિકો માટે સેવાભાવી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા શહેરભરમાં વિવિધ સ્‍થળોએ નિઃશુલ્‍ક ચા-નાસ્‍તા-ફળાહારની સુંદર વ્‍યવસ્‍થાઓ પણ યોજવામાં આવી હતી. શ્રીકળષ્‍ણ જન્‍મોત્‍સવનું લાઇવ ટેલીકાસ્‍ટ વિવિધ ચેનલો દ્વારા કરાયું હતું તેમજ દેશ વિદેશના ભાવિકોને જન્‍મોત્‍સવનો લહાવો મળી રહી તે હેતુ જગતમંદિરની ઓફીશીયલ વેબસાઇટ તેમજ ઓફીશીયલ સોશ્‍યલ મીડીયાના વિવિધ પ્‍લેટફોર્મસ પરથી લાઈવ ટેલીકાસ્‍ટ કરાયું હતું જેનો લાભ કરોડો ભાવિકોએ વિવિધ ઓનલાઈન માધ્‍યમથી લીધો હતો. જગતમંદિરે લાંબી લાઈનમાં પણ ઊભા રહી ભાવિકોએ કળષ્‍ણ જન્‍મોત્‍સવના હોંશે હોંશે દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.(તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)(૬.૪)

કાન્‍હા વિચાર મંચની શોભાયાત્રામાં સુવર્ણરથમાં ભગવાન વિષ્‍ણુ સ્‍વરૂપના રથયાત્રામાં અદભૂત દર્શન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૯: દ્વારકા ખાતે છેલ્લાં આઠ વર્ષથી આહિર સમાજ આયોજિત કાન્‍હા વિચાર મંચના નેજા હેઠળ જન્‍માષ્ટમીના દિને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે બપોરે ચાર વાગ્‍યે દ્વારકા - ચરકલા હાઈવે માર્ગ પર આવેલ આહિર સમાજ ભવનના પરિસરથી વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા જય મુરલીધરના જયઘોષ સાથે નિકળી હતી. જેમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર ગુજરાતના આહિર સમાજના ભાઈઓ તથા બહેનો ભાતિગળ વેષભૂષા પરિધાન કરી આહિર સમાજની વર્ષોની પરંપરાના જીવન દર્શન શોભાયાત્રામાં જોવા મળ્‍યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આહિર સમાજના આગેવાનો પણ શોભાયાત્રામાં જોડાયા હતા. આહિર સમાજની પરંપરાગત રાસમંડલીમાં ભાતિગળ રાસની ઝલક જોવા મળી હતી. આ શોભાયાત્રા આહિર સમાજથી પ્રારંભ થઈ ઈસ્‍કોન ગેઈટ, રબારી ગેઈટ અને ભદ્રકાલી ચોકના માર્ગથી પહોંચી હતી જયાં સુવર્ણ રથમાં બિરાજમાન ભગવાન શ્રીકળષ્‍ણના સ્‍વરૂપને દ્વારકાના અગ્રણીઓએ ભગવાન દ્વારકાધીશજીનો પ્રસાદરૂપે ફુલમાળા અર્પણ કરી યાત્રાધામમાં જોડાયેલ ભાવિક કળષ્‍ણભકતોનું સ્‍વાગત સન્‍માન કર્યુ હતું.(૬.૪)

 દ્વારકાધીશ જગતમંદિરમાં જન્‍માષ્ટમી પર્વ દરમ્‍યાન ત્રણ દિવસમાં લાખો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કર્યા : (વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૯: જન્‍માષ્ટમી પર્વમાં આ વખતે સમગ્ર રાજ્‍યમાં વરસાદી માહોલ હોવા છતાં પણ દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થીઓ ઉમટયા હતા. અને છઠ્ઠ, સાતમ અને આઠમ એમ ત્રણ દિવસમાં જ જગતમંદિરમાં લાખો ભાવિકોએ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા હતા. કળષ્‍ણ જન્‍માષ્ટમીના દિવસે જ સૌથી વધુ ભાવિકોએ શ્રીજીના દર્શન કર્યા હતા. જન્‍માષ્ટમીની મધરાતે કળષ્‍ણ જન્‍મ સમયે વરસતા વરસાદે પણ ભાવિકો ઉમટયા હતા.(તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

 

 

પારણા નોમના દિને ઠાકોરજીને છપ્‍પન ભોગ મનોરથ : (વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૯: જન્‍માષ્ટમી પર્વના બીજા દિવસે રવિવારના રોજ શ્રાવણ વદ નૌમના સવારે ભગવાન દ્વારકાધીશના પારણા નૌમનો ઉત્‍સવ મનોરથ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઊજવવામાં આવ્‍યો હતો. ભગવાનના બાલસ્‍વરૂપને ઝુલામાં ઝુલાવવામાં આવ્‍યા હતા. બાદમાં ભગવાન દ્વારકાધીશને છપ્‍પનભોગ ધરાવતો અન્નકુટ મનોરથ દર્શન પણ યોજવામાં આવ્‍યો હતો જેના દર્શન મનોરથનો પણ હજારો ભાવિકોએ લાભ લીધો હતો. તેમજ ઓનલાઇનના માધ્‍યમથી પણ લાખો ભાવિકોએ નિહાળ્‍યો હતો.(તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:52 AM IST)