<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

શ્રાવણના છેલ્લા સોમવારે આજે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટયાઃ કર્ણાટકના શ્રૃંગેરીથી ભૂદેવ બ્રાહ્મણોના યાત્રીમંડળનુ આગમન

દૂર દૂરથી તેમજ પગપાળા યાત્રાળુઓ આરાધ્‍ય દેવ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્‍યા : સવારે પ્રાર્થના આરતી દરમ્‍યાન સ્‍વયં વરૂણ દેવ દ્વારા સોમનાથ મહાદેવનો જલાભિષેક : મહાદેવને પુષ્‍પ, ચંદન તથા ભસ્‍મથી વિશિષ્ટ શળંગાર

(દિપક કકકડ દ્વારા)વેરાવળ : શ્રાવણ માસ જ્‍યારે પોતાના અંતિમ ચરણ પર છે ત્‍યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથની ઝાંખી મેળવવા ઉમટી રહ્યા છે. આ પાવન પ્રસંગે શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વસંધ્‍યાએ કર્ણાટકના શ્રળંગેરીથી આવેલા ભૂદેવ બ્રાહ્મણોની એક યાત્રીમંડળ સોમનાથ મહાદેવના દર્શને પહોંચેલ હતુ. આ ભૂદેવોએ પોતાના પવિત્ર સ્‍વરોથી ભગવાન શિવને પ્રિય એવા ર્ર્ંવેદોક્‍ત મંત્રોના પાઠ દ્વારા સ્‍વરઅભિષેક કર્યો હતો. મંત્રોચ્‍ચારના પવિત્ર ધ્‍વનિથી સમગ્ર સોમનાથ મંદિર પરિસર એક વિશિષ્ટ ઉર્જાથી ગુંજી ઉઠ્‍યું હતું. આ પ્રસંગના સાક્ષી બનેલા ભક્‍તો ધન્‍ય બન્‍યા હતા. વૈદિક મંત્રોચ્‍ચાર દ્વારા આ ભૂદેવોએ ભગવાન સોમનાથ પાસે વિશ્વ કલ્‍યાણ માટે મંગલ પ્રાર્થનાઓ કરી હતી.  શ્રાવણના અંતિમ સોમવારે દૂર દૂરથી તેમજ પગપાળા યાત્રાળુઓ આરાધ્‍ય દેવ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્‍યા. આ પાવન પ્રસંગે સવારે પ્રાર્થના આરતી દરમ્‍યાન સ્‍વયં વરૂણ દેવ દ્વારા સોમનાથ મહાદેવનો જલાભિષેક થયો હતો. મહાદેવને પુષ્‍પ, ચંદન તથા ભસ્‍મથી વિશિષ્ટ શળંગાર અર્પણ થયો જેના દર્શનથી ભક્‍તજનો ધન્‍ય બન્‍યા હતા

(11:41 AM IST)