News of Tuesday, 19th August 2025
રાજકોટ જીલ્લામાં અડધો ડઝન જુગારના દરોડા બે મહિલા સહિત ૨૪ પતાપ્રેમી પકડાયા
ગોંડલના મોટા ઉમવાડામાં પ પકડાયાને ૩ ભાગી ગયાઃ મોટી મારડમાં ૩, જામકંડોરણાના રાયડી ગામે ર મહિલા સહિત ૩, લોધીકામાં પ, ગોંડલમાં પ અને જેતપુરના થાણાગાલોળમાં પતા ટીંચતા ૩ પકડાયા

રાજકોટ તા.૧૯: રાજકોટ જીલ્લામાં અડધો ડઝન સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા બે મહિલા સહિત ૨૪ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં ગોંડલ તાલુકા પો.ઇન્સ. એ.ડી.પરમારના માર્ગદર્શન મુજબ તાલુકા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે આવેલ હેલાડાની વિડી તરીકે ઓળખાતી સીમમાં જાહેર જગ્યામાં કુલ આઠ ઇસમો જુગાર રમતા હોય દરમ્યાન રેડ કરતા ત્રણ ઇસમો પોલીસને જોઇ થયેલી નાશ ભાગમાં નાશી છુટયા હતા. જ્યારે ઇકબાલભાઇ કરીમભાઇ ચુડાસમા રહે.મોટા ઉમવાડા, કરશનભાઇ ધરમશીભાઇ મોરબીયા રહેશે મોટા ઉમવાડા, પ્રફુલભાઇ વાલજીભાઇ ગોસાઇ રહે.ગરનાળા , નવલદાન હરીસંઘભાઇ મહેડુ રહે.નાંદુ પીપળીયા ગામ તા.લોધીકા વિપુલભાઇ પુનાભાઇ મિઠાપરા રહે.મોટા ઉમવાડા ને ઝડપી લઇ નાશી છુટેલા ધર્મેન્દ્રભાઇ નારૂભા નાંધુ રહે.નાંદુ પીપળીયા તા.લોધીકા મનહરસિંહ ઉર્ફે ટીનુભા નરવિનસિંહ જાડેજા રહે.કાલમેઘડા ગામ તા.કાલાવડ , હીતેષભાઇ મયડા રહે.વેજાગામ ને જડપી લેવાં ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે રોકડ રૂપિયા ૩૪,૫૪૦ તથા કંપનીના મોટર સાઇકલ નંગ.-૨ જેની કુલ કિં.રૂ. ૩૭,૦૦૦ સહીત કુલ મુદ્દામાલ કી.રૂ. ૭૧,૫૪૦ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં પાટણવાવ પોલીસે મોટી મારડ ગામે ગાંધી ચેતનામાં રેઇડ કરી જુગાર રમતા (૧) રવિરાજ મેસુરભાઇ ડેર, ધંધો.ખેતી રહે.મોટીમારડ પોસ્ટ ઓફીસ શેરી તા.ધોરાજી (ર) વિવેક સંજયભાઇ બારૈયા ધંધો.અભ્યાસ, રહે.મોટીમારડ ગામ હવેલી શેરી તા.ધોરાજી તથા (૩) કિશન કાળાભાઇ પારઘી ધંધો.મજુરી રહે.ભોળા ગામ ઉંટી વિસ્તાર તા.ધોરાજીને રોકડા રૂા.૧૦,૨૫૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં જામકંડોરણા પોલીસે રાયડી ગામ સરકારી દવાખાના પાછળ દે.પુ.પરા વિસ્તારમાં રેઇડ કરી જુગાર રમતા (૧) રવી દેવભાઇ મકવાણા ધંધો.મજુરી રહે.અડવાળ, (ર) ગીતાબેન વા/ઓ મનસુખભાઇ બીજલભાઇ સોલંકી ધંધો.મજુરી રહે.રાયડી પરા વિસ્તાર તા.જામકંડોરણાને રોકડા રૂા.૧૪૭૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.ચોથા દરોડામાં લોધીકા પોલીસે લોધીકા મફતીયાપરામાં આવેલ ખોડીયાર જવાના રસ્તે આવેલા ખુલ્લી જગ્યામાં રેઇડ કરી જુગાર રમતા (૧) સુનીલ બટુકભાઇ સોલંકી, ધંધો- શાકભાજી વેચવાનો રહે. લોધીકા ખોડીયાર પ્લોટ વિસ્તાર મફરીયાપરા (ર) વીજય બટુકભાઇ સોલંકી ધંધો-શાકભાજી વેચવાનો રહે. લોધીકા ખોડીયાર પ્લોટ વિસ્તાર મફરીયાપરા (૩) રસીક કડવાભાઇ પરમાર ધંધો-શાકભાજી વેચવાનો રહે. લોધીકા ખોડીયાર પ્લોટ (૪) કડવા બાલાભાઇ ધંધો-શાકભાજી વેચવાનો રહે. લોધીકા ખોડીયાર પ્લોટ મફરીયાપરા તથા (પ) હંસરાજ કડવાભાઇ પરમાર ધંધો-શાકભાજી વેચવાનો રહે. લોધીકા ખોડીયાર પ્લોટ મફતીયાપરા ને રોકડ રૂા. રપ૦૦ અને ગંજીપતા સાથે જડપી લીધા હતા. પાંચ દરોડોમાં ગોંડલ બી-ડીવીઝન પોલીસે વિજયનગર મુફતીયાપરામાં રેઇડ કરી જુગાર રમતા (૧) સત્યવાન બટુકભાઇ ચાવડા ધંધો મંજુરી રહે. ગોંડલ વોરાકોટાડા રોડ, વિજયનગર, મફતીયાપરા (ર) હિતેશગીરી સુરેશગીરી ગોસ્વામી ધાંે -રી. ડ્રાઇ રહે. ગોંડલ વોરાકોટડા રોડ, વિજયનગર, મફતીયાપરા(૩) મહેશ બટુભાઇ જાપડીયા ધંધો મંજુરી રહે. ગોંડલ વોરાકોટડા રોડ, વિજયનગર, મફતીયાપરા (૪) સાગર અરવિંદ ચાવડા ધંધો મંજુરી રહે. ગોંડલ ભોજરાજપરા, ચુનારાવાડ પાસે, મફતીયાપરા તથા (પ) ેચેતનભાઇ જિગ્નેશભાઇ ચોહાણ ધંધો મંજુરી રહે. ગોંડલ જાવાડી જીઆઇડીસી ખોડિયાર ઓમકાર મમરા સામે ને રોકડા રૂા. ૬૧૧૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા. છઠ્ઠા દરોડોમાં જેપુર તાલુકા પોલીસે થાણાગાલોર ગામે દેવીપૂજકવાસમાં જુગાર અંગેની રેડ કરી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા વિક્રમ લાલજીભાઈ પરમાર (થાણાગાલોળ), રમેશ અમિતચંદભાઈ પરમાર (અમરાપર), સોહીલ ઉર્ફે રાણસુ જીલુભાઇ પરમાર (કુકાવાવ) ને રોકડા રૂપિયા ૧૦,૨૩૦ સાથે પકડી પાડી ધોરણ સર ની કાર્યવાહી કરેલ. હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
