News of Tuesday, 19th August 2025
પોરબંદરના વિદ્યા પુરૂષ ડો. વિરમભાઇ ગોઢાણીયાને આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગૌરવ પુરસ્કાર એનાયત
રાજયકક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂ. રમેશભાઇ ઓઝા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. શિક્ષણ જગતમાં પોરબંદર ખાતે ૩૮ વર્ષની શિક્ષણ સેવા આપનાર વિદ્યા પુરુષ ડો.વિરમભાઈ ગોઢાણીયા ને રાજ્યના૭૯મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યા એ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી નાં હસ્તે ગૌરવ શાળી પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતાં.
પોરબંદર માધવાણી કોલેજના પરિસરમાં રાજ્યના ૭૯ માં સ્વતંત્ર દિવસ ની પૂર્વે સંધ્યા એ આયોજીત સાંસ્કળતિક કાર્યક્રમમાં પોરબંદર વિસ્તારમાં ૩૮ વર્ષની શિક્ષણ સેવા બદલ વિદ્યા પુરુષ ડો વિરમભાઇ ગોઢાણીયા નું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ , રાષ્ટ્રિય સંત ભાઇ શ્રી રમેશ ભાઇ ઓઝા સહિતના ગણ માન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં રાજ્યના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્યદેવવ્રત જી નાં હસ્તે ગૌરવ શાળી પુરષ્કાર એનાયત કરીન અદ કેરું સન્માન અપાયું હતું .
ં ડો. વી. આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ટ્રષ્ટ નાં પ્રમુખ સંકુલ ટ્રકના પ્રમુખ, જાણીતા દાતા અને વિદ્યાપુરુષ ડો વિરમભાઈ ગોઢાણીયા નો ઉછેર વિદેશમાં થયો હોવા છતાં પોરબંદર ની જન્મભૂમીને મહાન માને છે, તેઓ આપણા દેશની સંસ્કળતિના સદાય પુરસ્કર્તા રહ્યા છે શિક્ષણ સેવા થકી પ્રેરાઈને પોરબંદરના સાંદીપનિ વિદ્યા નિકેતન હરિ મંદિર નાં ણેતા રાષ્ટ્રિય સંત પૂજ્ય ભાઇ શ્રી રમેશ ભાઇ ઓઝા નાં હસ્તે રાજશ્રી એવોર્ડ થી વિભૂષિત થયા છે.
રોટરી કલબ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પોરબંદર પંથકમાં માતબર અનુદાન આપવા બદલ હુસેન ચાચા એવોર્ડ એનાયત કરાયો હતો.તેમજ મહેર સુપ્રિમ કાઉન્સિલ નાં સ્થાપક ઙ્કમુખ ડો વિરમભાઈ ગોઢાણીયા ને મેર સમાજ દ્વારા વિર ભામાશા અને સમાજ રત્ન એવોર્ડ થી વિભૂ ષિત કરાયા છે. શિક્ષણ ક્ષેત્રે મૂલ્ય વાન દાન અને શિક્ષણ પ્રત્યે પ્રતિ બદ્ધતા નાં કારણે વર્ષ ૨૦૦૬ મા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યક્તિતરીકે ગુજરાત ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ડો. વિરમભાઇ તેમના ૭૫ વર્ષે અમળત મહોત્સવ અવસરે ગુજરાત શિક્ષણ ક્ષેત્રના વિશેષ વ્યક્તિઓએ તેમના વિશે શુભેચ્છા ઓ સાથે લખેલ લેખો નો અમળત પર્વ અભિવાદન ગ્રંથ પ્રકાશિત કરી સા રસ્વ ત વંદના કરવામાં આવી હતી
ડો. વિરમભાઇ આજે તેઓની ઉંમર ૮૫ વર્ષની હોવા છતાં સ્ફૂર્તિ ધરાવતા ડો. વિરમભાઈ ગોઢાણીયા તબીબી ડોક્ટર હોવા છતાં શિક્ષણમા અપ્રતિમ રસ રુચિ ધરાવે છે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ની આડત્રીસ વર્ષની શિ ક્ષણ યાત્રા મા ગોઢાણીયા ત્રણ શૈક્ષણિક સંકુલ ની માળખાગત અત્યાધૂનિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાનાં કારણે ને કારણે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એક માત્ર આ ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ને ન્યુ દિલ્હીની નેક સંસ્થા દ્વારા એ- ગ્રેડ મળતા હવે ગોઢાણીયા ઓ ટો મસ યુનિવર્સિટી આવનારા વર્ષોમાં થશે એ આપણા વિસ્તારનું ગૌરવ બની રહેશે.
ડો. વિરમભાઇ તેઓ તેઓ શિક્ષણ,ઇનોવેશન ક્રિયેટી વીટી, આર્ટ ફેશિયલ ઇન્ટેલિજન્સ ડિજિટલ ટેકનોલોજીમાં સતત વાંચન ચિંતન મંથન કરતા રહ્યા છે. તેઓએ લખેલ રાષ્ટ્રિય શિક્ષણ નીતિ ૨૦૨૦ એક ચિંતન મારી નજરે ક્વોલિટી એજ્યુકેશન શિક્ષણની આજ, ગઈકાલ અને આવતી કાલ સહિયારી સચિત્ર શિક્ષણ યાત્રા જ્ઞાનોત્સવ આ પુસ્તકોનો નું પ્રકાશન કરી વિદ્યા પુરુષ તરીકે નું બિરુદ સાર્થક કરી આ વિસ્તારનું ગૌરવ વધાર્યું છે ત્યારે આજે તેઓને ગુજરાત રાજ્યના રાજ્ય પાલ શ્રી આચાર્ય દેવવ્રત જી નાં વર દ હસ્તેગૌરવશાળી પુરસ્કાર એનાયત થયો છે. ત્યારે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ગૌરવની લાગણી અનુભવી ટ્રષ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુન ભાઇ મોઢવાડિયા, ટ્રસ્ટી શ્રીભરત ભાઇ ઓડેદરા, શ્રી મતી શાંતા બેનભરત ભાઇ ઓડેદરા, શ્રી મતી જયશ્રી બેન વિરમભાઇ ગોઢાણીયા શ્રી ભરત ભાઇ વિસા ણા તેમજ જુનાગઢ ની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કર્મઠ કુલપતિ ડો .. પ્રતાપસિંહ ચૌહાણ અને પોર બંદર નાં જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરલાલ ભરડા તેમજ સમગ્ર ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિવાર ગૌરવની લાગણી અનુભવી હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ હતી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
