<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

અમરેલીના બગસરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : જેઠીયાવદર, જામકા અને શિલાણામાં નદી-નાળા છલકાયા

લાંબા વિરામ બાદ થયેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. લાંબા વિરામ બાદ થયેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બગસરા શહેર ઉપરાંત તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. જેઠીયાવદર, જામકા અને શિલાણા જેવા ગામોમાં અનરાધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. ખાસ કરીને શિલાણા ગામમાં નદી-નાળા છલકાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

(7:16 PM IST)