News of Tuesday, 19th August 2025
રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય : આગામી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર
21 ઓગસ્ટથી ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ :આગામી પાંચ દિવસ માછીમારો માટે ખાસ ચેતવણી :સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે

અમદાવાદ : હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 21 ઓગસ્ટથી ભારે થી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ માછીમારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
