<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

કચ્છમાં છૂટો છવાયો વરસાદ: માંડવી બે ઈંચ, નખત્રાણા દોઢ, ભુજ, લખપત, અબડાસામાં એક ઈંચ : જુઓ વિડીયો

 (વિનોદ ગાલા દ્વારા ભુજ) આગાહી અને ભારે ગરમી વચ્ચે આજે કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જિલ્લાના દસ પૈકી પાંચ તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી છે. આજે સવારના ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં માંડવીમાં બે ઇંચ, નખત્રાણા દોઢ ઇંચ અને ભુજ, લખપત અને અબડાસામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે, ગરમી અને ઉકળાટની અપેક્ષાએ વરસાદ પડ્યો નથી. જિલ્લામાં ખેતીમાં મોલ સુકાઈ રહ્યો હોઇ ખેડૂતો પણ ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે.

(7:48 PM IST)