<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

અમરેલીના જાફરાબાદના દરિયામાં બે બોટ ડૂબી: 4 ખલાસી લાપત્તા: 5ને બચાવી લેવાયા

જાફરાબાદની જયશ્રી બોટ અને સોમનાથની મુરલીધર બોટ ડૂબી

અમરેલી નજીક દરિયામાં ભારે પવન ફૂંકાયો હતો. તોફાની પવનને કારણે જાફરાબાદ નજીક દરિયામાં બે બોટ ડૂબી હતી. જાફરાબાદની જયશ્રી બોટ અને સોમનાથની મુરલીધર બોટ ડૂબી જવા પામી હતી. બંને બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા. બંને બોટના 4 ખલાસી લાપતા થયા છે, અન્ય 5ને બચાવી લેવાયા છે

અમરેલીના જાફરાબાદથી 18 નોટિકલ માઈલ દૂર મધ દરિયામાં ભારે પવન અને વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પગલે જાફરાબાદ અને રાજપરાની બે બોટ દરિયામાં ડૂબી ગઈ છે. જાફરાબાદની જયશ્રી બોટ, ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ બંને બોટ પાણીમાં ડૂબી ગઈ છે. આ બંને બોટમાં 9 ખલાસીઓ સવાર હતા.

 

(9:49 PM IST)