<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

જેતપુર પંથકના સુરવો જળાશય ૮૦% ભરાતાં ચેતવણી સંદેશ

થાણાગાલોળ ગામના લોકોને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના

રાજકોટ : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પાસે આવેલા સુરવો જળાશયમાં  ૮૦% પાણી ભરાયેલું છે. આગામી દિવસોમાં આ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા અથવા ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવશે. ત્યારે જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના લોકોને  નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા, ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી સંદેશ અપાયો છે

(10:39 PM IST)