News of Tuesday, 19th August 2025
પોરબંદરમાં ભારે પવન સાથે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો રાણાવાવમાં બે ઇંચ વરસાદ : બરડા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ
પોરબંદરમાં સાંજે 6થી 10 ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા પાણીની રેલમછેલ : હજુ વરસાદ ચાલુ : બોખીરાની કે હોટલમાં પાણી ઘુસ્યા : કુતિયાણામાં ઝાપટા

પોરબંદરમાં ભારે પવન સાથે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે અનરાધાર વરસાદથી પોરબંદરમાં પાણીની રેલમછેલ થઇ છે, આ લખાઈ છે ત્યારે હજુ પણ વરસાદ ચાલુ છે , પોરબંદર જિલ્લાના રાણાવાવમાં બે ઇંચ વરસાદ પડ્યો છે, બીજીતરફ બરડા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે અંદાજે એકથી ત્રણ ઇંચ કે\જેટલો વરસાદ વરસી ચુક્યો છે
પોરબંદરમાં સાંજે 6થી 10 ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા પાણીની રેલમછેલ છે ને હજુ વરસાદ ચાલુ છે બોખીરાની એક હોટલમાં પાણી ઘુસ્યા હતા, હોટલમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા, જિલ્લાના કુતિયાણામાં ઝાપટા પડ્યા હતા
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
