તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 19th August 2025
અમરેલી પંથકમાં દરિયો ગાંડો: બે બોટ ડૂબી, ૧૦ માછીમારોનું રેસ્ક્યૂ, ૮ની શોધખોળ ચાલુ: ૫ દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે
અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાનો કહેર જાફરાબાદ અને રાજપરા વિસ્તારમાં દરિયો ગાંડો થઈ જતાં બે માછીમારી બોટ ડૂબી

અમરેલી : અમરેલીના જાફરાબાદ અને રાજપરા પંથકમાં ભારે વરસાદ અને દરિયાની ગાંડી તોફાની સ્થિતિને કારણે બે બોટ ડૂબી ગઈ. ૧૦ માછીમારોને બચાવી લેવાયા, જ્યારે ૮ હજુ લાપતા છે. નદીઓ બે કાંઠે વહે છે અને ડેમ છલકાઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાનો કહેર યથાવત છે. જાફરાબાદ અને રાજપરા વિસ્તારમાં દરિયો ગાંડો થઈ જતાં બે માછીમારી બોટ ડૂબી ગઈ.
આ ઘટનામાં ૧૦ માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક વહીવટી તંત્રની મદદથી બચાવી લેવાયા છે. જોકે, ૮ માછીમારો હજુ લાપતા છે, અને તેમની શોધખોળ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત કામગીરી કરી રહી છે.
ભારે વરસાદને કારણે શેત્રુંજી, રાવલ, ધાતરવાડી અને ઘેલો જેવી નદીઓ બે કાંઠે વહી રહી છે, જ્યારે ખોડિયાર ડેમ સહિતના ડેમો પણ છલકાઈ રહ્યા છે. આનાથી ગ્રામ્ય વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે.
સાવરકુંડલા અને રાજુલા જેવા વિસ્તારોમાં ૮–૯ ઈંચ વરસાદ નોંધાયો, જેના કારણે ખેતીને નુકસાન થયું છે. વહીવટી તંત્રે લોકોને નદીકાંઠે ન જવાની અને સલામત સ્થળે રહેવાની સૂચના આપી છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
