News of Wednesday, 20th August 2025
માળિયાના બગસરા ગામે મંદિર પાસે જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ.
પોલીસ ટીમે બગસરા ગામે મેલડીમાના મંદિર પાસે બાતમીને આધારે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ત્રણેયને ઝડપી લીધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા (મી.) પોલીસ ટીમે બગસરા ગામે રેડ કરી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ કબજે લીધી છે.
માળિયા (મી.) પોલીસ ટીમે બગસરા ગામે મેલડીમાના મંદિર પાસે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વિપુલ મનજીભાઈ પીપળીયા, જયેશ ઉર્ફે છગન હીરાભાઈ પીપળીયા અને પ્રેમજીભાઈ ઉર્ફે ગડો બાબુભાઈ પીપળીયા ( રહે ત્રણેય બગસરા વાળા) ને ઝડપી લઈને રોકડ રૂ ૧૯૦૦ જપ્ત કરી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
