<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મોરબી શહેરમાં ડેવલોપમેન્ટ પરમિશન તથા BUની સતા મહાપાલિકાને સુપ્રત.

મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સતામંડળ પાસે ટેકનીકલ સ્ટાફ ન હોવાના કારણે શહેરી વિસ્તાર પૂરતી કામગીરી મહાપાલિકાને સોંપી દેવાય.

 

( પ્રવિણ વાયસ દ્વારા ) મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સતામંડળ દ્વારા મોરબી શહેરમાં ડેવલોપમેન્ટ પરમિશન તથા BUની સતા મહાપાલિકાને સુપ્રત કરવામાં આવી છે. મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સતામંડળ પાસે ટેકનીકલ સ્ટાફ ન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.ર૩/૦૬/૨૦૨૫ના જાહેરનામાં દ્વારા મોરબી - વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની હદ વધારીને મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તાર મુજબ વધારવામાં આવેલ હતી. જે અન્વયે મોરબી- વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં વિકાસ પરવાનગી,બિલ્ડિંગ યુઝ પરમિશન (BU) વિગેરે બાબતોની સત્તા મોરબી -વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળને મળેલ હતી. મોરબી - વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળમાં હાલ કોઇ ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન (BU) વિગેરે બાબતોની સત્તા મોરબી મહાનગરપાલિકાને મોરબી મહાનગર પાલિકાની સમાવિષ્ટ હદ પૂરતી સુપ્રત કરવા મોરબી - વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ઠરાવ કર્યો છે.
જે દરખાસ્તને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરી અર્થે મોકલવામાં આવી હતી. તા. 99/૦૮/૨૦૨૫ના રોજ સરકાર દ્વારા આ બાબતે મંજુરી આપવામાં આવી છે. જેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયમાં ઝડપથી કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે. તેમ નાયબ કમિશનરની યાદીમાં જણાવાયું છે.

(12:46 AM IST)