<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

નકલી વિદેશી દારૂ બનાવવાનું કારસ્‍તાન પકડાયું

ધોરાજીના તોરણીયા ગામની સીમમાં રૂરલ એલસીબી.એ દરોડો પાડી ડુપ્‍લીકેટ દારૂ બનાવવાના માલ સામાન સાથે બેને ઝડપી લીધાઃ એકની શોધખોળ

રાજકોટઃ તા. ૧૯, ધોરાજીના તોરણીયા ગામની સીમમાં રૂરલ એલસીબીએ દરેડો પાડી નકલી વિદેશી દારૂ બનાવવાના કારસ્‍તાનનો પદાફાશ કરી નકલી દારૂ બનાવવાના માલ સામાન સાથે બે શખ્‍સોને ઝડપી લીધા હતા જયારે એક શખ્‍સની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીૅક્ષક અશોકકુમાર યાદ તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અીધક્ષક  હિમકરસિંહએ વિદેશી દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સારૂ સૂચના આપેલ હોય જે સુચના અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા, પો. સબ.ઇન્‍સ. એચ.સી.ગોહીલ તથા પો. સબ.ઇન્‍સ. આર.વી. ભીમાણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો. હહેડ કોન્‍સ. દિવ્‍યેશભાઇ સવા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર તથા પો. કોન્‍સ. મીરલભાઇ  ચંદ્રવાડીયાને સયુંકત બાતમી હકીકત આધારે ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના તોરણીયા ગામની સીમ વિસ્‍તારમાંથી કાંતીલાલ રવજીભાઇ બાબરીયા, રહે. મોટીપરબડી, તા. ધોરાજી, જી.: રાજકોટવાળાની માલિકીના કબજા ભોગવટાવાળા ખેતરની ઓરડીમાંથી ભારતીય બનાવટના ડુપ્‍લીકેટ વિદેશી દારૂ બનાવવાના માલ સામાન  સાથે વાડીમાંથી આરોપી  કાંતિલાલ તથા ચેનભાઇ રાજુભાઇ દેલવાડીયા રહે.: તોરણીયા ગામ, તા. ધોરાજીને ઝડપી લીધા હતા. જયારે સતીષ કયાડા રહે. જુનાગઢ જોષીપુરાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે

રૂરલ એલ.સી.બી.એ નકલી દારૂની બોટલ ઉપર લગાવેલા..MASTER BLENDERS Signature RARE AGED  WHISHKY  DEEP  Blanded 3G rain whiskhy wihe Imported scitch Ageed indian and Griansprits ના નંગ ૧૧MASTE BLENDERS  Singnature RARE AGED WHISHKY  NABYFACTURED BY KHEMANI PVT. LDTના નંગ ઼૪૬ , MASTE BLENDERS  Singnature RARE AGED WHISHKY  NABYFACTURED BY KHEMANI PVT. LDT Ringanwasa kachigam road damn 395210 Marketed by United Sprits Ltd.લખેલ ૭પ૦ એમ. એલ. ૭પ  Prof   , ૪ર૭   V/V લખેલ બોટલોમા઼ આશરે ૭પ૦ એમ.એલ. જેટલો વિદેશી દાર ભરેલ બોટલો નંગ-પ કિ. રૂા. ૪૮૩પ ,MASTE BLENDERS  Singnature Whishkyલખેલ બોટલોમા઼ આશરે ૭પ૦ એમ.એલ.ખાલી બોટલ નં. ૧૪ કિ. રૂા.૭૦૦/-લાલ કલરની વિદેશીદારૂ જેવું પ્રવાહી ભરેલ જેના ઉપર એક સફેદ કલરનું સ્‍ટીકર મારેલ છે. જેમા (Kevali chemicals- sanokor - spotzer sanoklor industrial application Blocide લખેલ બેરલ નં. ૪૦  કી. રૂા. ર૪,૮૦૦/-  તથા મોબાઇલ નંગ ર કિ. રૂા. ૧૦,૦૦૦/- મળી કુલ રૂા. ૩,૪૦,૩૩પ/નો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. ના એ.એસ.આઇ. બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી , અનીલભાઇ બડકોદીયા તથા ડ્રા.પો.કોન્‍સ. અબ્‍દુલભાઇ શેખ સહિતના જાડાયેલ હતા.

(1:24 PM IST)