News of Wednesday, 20th August 2025
માળીયાહાટીના તાલુકાનો ભાખરવડ ડેમ ઓવરફલો
ડેમ નીચે આવતા ૧૦ ગામોના લોકોને એલર્ટ કરાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ગામ પાસે આવેલ ભાખરવડ જળાશય ૧૦૦ ટકા ભરાયેલ છે અને ઓવરફ્લો શરૂ થતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરી નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ જળાશયનું લેવલ - ૭૩.૬૦ મી છે જ્યારે તેમાં જીવંત જથ્થો ૫.૨૩ મી ઘમી મળી કુલ જથ્થો - ૬.૬૪ મીમી થયો છે. ઓવરફ્લો - ૦.૨૫, ઈનફ્લો - ૨૯૨૫.૬૨ કયુસેક અને આઉટફલો -૨૯૨૫.૬૨ કયુસેક છે.
જળાશય નીચાણ વાળામાં આવતા માળિયા હાટીના તાલુકાનાં ભાખરવડ, વડાળા, માળિયા હાટીના, જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢીયાળા, ગડુ ગામના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
