News of Wednesday, 20th August 2025
સુરત જિલ્લાના માંડવીનો કાકરાપાર ડેમ છલકાયો : ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયુ
કાકરાપાર ડેમ 6 ફૂટ ઉપરથી ઓવરફલો થતાં નયનરમ્ય દ્રશ્યો: પ્રભાવિત ગામોના પશુ પાલકોને નદી પટમાં જવા મનાઈ ફરમાવાઈ

સુરત જિલ્લાના માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાયો. ડેમમાં ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ છે…હાલ જળસપાટી 166.70 ફૂટે પહોંચી છે. કાકરાપાર ડેમ 6 ફૂટ ઉપરથી ઓવરફલો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયાં છે. ડેમમાં નવા નીર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ડેમમાં પાણીની આવક શરૂ થતા ખેડૂતોએ રાહત અનુભવી છે. પ્રભાવિત ગામોના પશુ પાલકોને નદી પટમાં જવા મનાઈ ફરમાવાઈ છે
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
