News of Wednesday, 20th August 2025
પર્યુષણ પર્વનો પ્રારંભઃ મોરબીના રીલીફનગર જૈન દેરાસરમાં દરરોજ રાત્રે ભક્તિમય કાર્યક્રમ યોજાશે.
સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર મોરબી સંઘ રન ભાવેશભાઈ દોશી તથા તેમની ટીમના દરરોજ રાત્રે પ્રભુ ભક્તિમય કાર્યક્રમ રજૂ કરશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તારીખ 20 ઓગસ્ટથી પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રી જૈન તપગચ્છ સંઘ મોરબી સંચાલિત રીલીફનગર જૈન દેરાસર ખાતે ચરમ તીર્થકર ભગવાનશ્રી મહાવીર સ્વામીની છત્રછાયામાં પર્વાધીરાજ પર્યુષણ પર્વના મંગલ વધામણા થયા છે. પર્વાધીરાજ પર્યુષણ દરમિયાન આજે તારીખ 20 ઓગસ્ટથી દરરોજ રાત્રે 9 કલાકથી ભક્તિ ભાવના શરૂ થશે.
આ પર્યુષણ પર્વમાં સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર મોરબી સંઘ રન ભાવેશભાઈ દોશી તથા તેમની ટીમના દરરોજ રાત્રે પ્રભુ ભક્તિમય કાર્યક્રમ રજૂ કરશે આ કાર્યક્રમમાં પધારવા સૌને રીલીફનગર જૈન દેરાસર કમિટી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
