News of Wednesday, 20th August 2025
જૂનાગઢમાં ભારે વરસાદ: ઓઝત નદી ગાંડીતૂર: કોઝવે તૂટતાં ઉમિયાધામ ગાંઠીલા જવાનો રસ્તો બંધ થઇ ગયો
ધળફુલીયા ગામમાં પણ ભારે વરસાદને લીધે એક કોઝવે તૂટી ગયો હો

જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓઝત નદી ગાંડીતૂર બની છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં ઉમિયાધામ ગાંઠીલા નજીક આવેલો કોઝવે ધોવાઈ ગયો છે. આ કોઝવે તૂટી જતાં, ઉમિયાધામ ગાંઠીલા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાઈ ગયા છે. આ ઉપરાંત, ધળફુલીયા ગામમાં પણ ભારે વરસાદને લીધે એક કોઝવે તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા માર્ગોને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
