News of Thursday, 21st August 2025
માળિયાના ભીલવાસ શેરી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા.
પોલીસે શેરીના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શોને ઝપી રોકડ રકમ જપ્ત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયામાં ભીલવાસ શેરીના નાકા પાસે રેડ કરી પોલીસે ચાર શખ્શોને જુગાર રમતા ઝડપી લીધા હતા માળિયા પોલીસે રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા (મી.) પોલીસ ટીમે બાતમીને આધારે ભીલવાસ શેરીના નાકા પાસે રેડ કરી હતી શેરીના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા હિતેષભાઈ દેવજીભાઈ ચાવડા, રજાક જુમાભાઈ સર્વદી, યાશીન અલ્યાસભાઈ ભટી અને શેરમામદ ઉર્ફે શેરો હારૂનભાઈ કટિયાને ઝડપી લઈને રોકડ રૂ ૯૪૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
