<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ઓરિસ્‍સાની ગૂમ થયેલ સગીરાને શાપર-વેરાવળ પોલીસે શોધી કાઢી

 

રાજકોટ, તા. ર૧: ઓરિસ્‍સાની ગૂમ થયેલ સગીરાને શાપર-વેરાવળ પોલીસે શધી કાઢી હતી.

પોલીસ અધીક્ષક હિમકરસિંહ રાજકોટ ગ્રામ્‍યએ શરીર સબંધી ગુન્‍હાઓ અટકાવવા તેમજ શરીર સબંધી ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્‍વયે નાયબ પોલીસ અધીક્ષક ગોડલ કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ શાપર(વે) પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ આર.બી.રાણાના સીધા માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્‍ટે. ના સર્વેલન્‍સ સ્‍ટાફ મેદલપુર પોલીસ સ્‍ટેશનના પોલીસ સ્‍ટાફ સાથે રહી ઓડિશા રાજ્‍યના નબરંગપુર જીલ્લાના મેદલપુર પોલીસ સ્‍ટેશનના ફર્સ્‍ટ ગુ.ર.ન.૦૭૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૩૭(૨), મુજબનો ગુન્‍હો ગઇ તા.૦૮/૦૮/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ હોય અને સદરહુ ગુન્‍હામા ભોગબનનાર બાળ કીશોરી હાલે શાપર (વે) મેઇન રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે રહેતા હોય તેવી હકીકત મળતા સદરહુ જગ્‍યાએથી મજકૂર બાળ કીશોરી મળી આવતા તેઓના વાલીની હાજરીમા પુછપરછ કરતા પોતે આશરે બારેક દીવશ પહેલા પોતાના ઘરે કોઇને જાણ કર્યા વગર નીકળી ગયેલ હોય અને શાપર (વે.) ખાતે આવેલની કબુલાત આપતા બાળ કીશોરીને તેના વાલીની હાજરીમા પો.સ્‍ટે. લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી શાપર-વેરાવળના એ.એસ.આઇ. મયુરસીંહ જાડેજા, પો.હેડ કોન્‍સ. જયદીપસીંહ વાઘેલા, રાજેશભાઇ બાયલ, જગશીભાઇ ઝાલા, દિનેશભાઇ ખાટરીયા, પો.કોન્‍સ. અલ્‍પેશભાઇ ડામસીયા,   વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ તથા દિવ્‍યેશભાઈ શામળા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.(

(1:34 PM IST)