તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Thursday, 21st August 2025
સુરેન્દ્રનગરમાં યુવાન ઉપર ફાયરીંગ
અંગત અદાવતમાં સ્કોર્પિયો કારમાં આવેલા પાંચ શખ્સો ઝડપાઈ ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૧: સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી અને ફાયરિંગ હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ગુનેગારોમાં પોલીસનો ડર ન હોય તે પ્રકારના બનાવો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં બની રહ્યા છે. ત્યારે રતનપર વિસ્તારમાં આવેલા સુધારા પ્લોટમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં ઈસમો સ્કોર્પિયો કાર્ડ લઈ સુરેન્દ્રનગર આવ્યા ચાર જેટલા ઈસમો સ્કોર્પિયો કાર લઈ સુરેન્દ્રનગર આવ્યા હતા અને ત્યારબાદ સુરેન્દ્રનગર સુધારા પ્લોટ વિસ્તારના યુવકને સાથે બેસાડી અને ત્યારબાદ ફાયરિંગની ઘટના અને મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
ઘટનામાં ઈમ્તિયાઝ માલાણી નામના યુવકને ગોળી વાગતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અંદાજિત ત્રણ રાઉન્ડ જેટલા ફાયરિંગ કરવામાં આવ્યા છે ત્યારે ફારુક ભટ્ટી, ઇરફાન ભટ્ટી અને રમજાન ભટ્ટી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
અંગત અદાવતમાં અને જૂના ઝઘડાના કારણે ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જોરાવનગર પોલીસ દ્વારા ફાયરિંગ કરનારા પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફારુક ભઠ્ઠી પોતે થાનમાં ગુનાહિત ઇતિહાસમાં પણ સામેલ હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ગુનામાં વપરાયેલી scorpio કાર પણ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત હથિયારોમાં પિસ્તોલ તેમજ દેશી કટ્ટુ છરી જેવા ઘાતક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે અને ઝડપાયેલા તમામ ઇસમોની કડક પૂછપરછ જોરાવનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
