News of Thursday, 21st August 2025
પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ ૧૨૦ લોકોનું સલામતે સ્થળે સ્થળાંતર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૧: બે દિવસ ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારો જળબંબાકારમાં ફેરવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ૧૨૦ લોકોનું તંત્ર દ્વારા સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.
જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈને જિલ્લા નાગરિકોની સલામતી માટે કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણીના માર્ગદર્શનમાં વહિવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. શહેરમાંથી પાણી ભરાતા નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી ૧૨૦ લોકોને શેલ્ટર હાઉસમાં સ્થળાંતરિત કરવામા આવ્યા છે. જ્યાં તેમને માટે જમવા, રહેવા, પાણી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી સંદર્ભે જિલ્લાના નાગરિકોને કોઈપણ મુશ્કેલી પડે નહીં તે માટે જિલ્લા વહીવટ તંત્ર કામે લાગ્યું છે.(૨.૧૫)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
