<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

જુનાગઢના પૂર્વ ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચાનો જન્‍મદિન સેવાકાર્યોથી ઉજવાશે

આજથી એક સપ્‍તાહ સુધી અનેક સેવાકીય પ્રવૃતિઓ ધમધમશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૧: જુનાગઢ મહાનગર પાલિકાનાં પુર્વ ડેપ્‍યુટી મેયર અને અખિલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ રઘુવીર સેનાના સુપ્રીમો ગીરીશભાઈ કોટેચા નો તા. ૨૬/૦૮/૨૦૨૫ના રોજ જન્‍મદિવસ છે.

જે નિમિત્તે આ વર્ષે પણ કોટેચા પરીવારના ગીતાબેન કોટેચા, પાર્થ કોટેચા, ચાંદનીબેન કોટેચા, સ્‍વેતાબેન કોટેચા, નિલયભાઇ તથા સમગ્ર કોટેચા પરીવાર દ્વારા તા. ૨૧/૦૮/૨૦૨૫ થી તા. ૨૭/૦૮/૨૦૨૫ સુધી અનેકવિધ સેવાકીય કાર્યો દ્વારા જન્‍મદિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં મુખ્‍ય વ્‍યવસ્‍થા ની જવાબદારી જેમનાં પર છે તે દીપલ રૂપારેલિયા સાથે વાત કરતા તેમણે જણાવ્‍યું હતું કે તા. ૨૧/૦૮ નાં રોજ રેડ ક્રોસ આઝાદ ચોક ખાતે સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ સુધી નિઃશુલ્‍ક સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારબાદ ૨૨/૦૮ નાં રોજ સિવિલ હોસ્‍પિટલ જુનાગઢ ખાતે સવારથી સાંજ સુધી દરેક દર્દીઓ તથા તેમનાં સગાં સંબંધીઓ ને ચા નાસ્‍તો તથા જમવાનું પીરસવામાં આવશે તા. ૨૩/૦૮ નાં રોજ જુનાગઢ સબજેલ ખાતે આયુર્વેદીક તથા હોમીયોપેથીક નિદાન કેમ્‍પ યોજાશે તા. ૨૪/૦૮ નાં રોજ મન વળધ્‍ધાશ્રમ ખાતે વડીલોને ભોજન પીરસવામાં આવશે તા. ૨૫/૦૮ નાં રોજ ગીરીશભાઈ કોટેચા નાં નિવાસસ્‍થાને મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાશે જેમાં કોટેચા પરીવારના મોભી ધીરૂભાઇ કોટેચાની રક્‍તતુલા કરવામાં આવશે તા. ૨૬/૦૮ નાં રોજ વિજાપુર ખાતે સાંત્‍વન વિકલાંગ બાળકોની સંસ્‍થા માં સાંજે ભોજન પીરસવામાં આવશે અને તા. ૨૭/૦૮ નાં રોજ બપોરે માખીયાળા ખાતે વિકલાંગ દિકરીઓની સંસ્‍થા માં ભોજન પીરસવામાં આવશે. તા. ૨૧/૦૮ નાં રોજ નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પમાં  નિદાન, સારવાર માર્ગદર્શન તથા ઉપલબ્‍ધ હશે એ દવાઓ સંપૂર્ણ મફત મળશે. અને  કે જે નિદાન કેન્‍દ્ર દ્વારા બ્‍લડ પ્રેશર અને  RBS-બ્‍લડમાં સુગરની તપાસ ડાયાબિટીસ રિપોર્ટ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે

આ કેમ્‍પમાં સેવા આપનાર ડોક્‍ટરો માં ડો. પાર્થ ગણાત્રા  - BDS દાંતના સર્જન ડો. ઈશિતા ગણાત્રા  - BHMS (CCH) ચામડી તથા વાળના રોગના નિષ્‍ણાંત ડો. શૈલેષ બારમેડા - MS જનરલ સર્જન ડો. ફૈઝાન વાજા - MS હાડકાના નિષ્‍ણાંત ડો. એ. એસ. ખાન  -  BAMS, PTDD & HD  નિષ્‍ણાંત, ચામડી અને વાળ રોગ તથા પંચકર્મ નિષ્‍ણાંત ડો. રાહુલ બારડ  - MD આયુર્વેદિક ડો. જયદીપ ટીલાળા - DNB Medicine, ક્રીટીકલ કેર સ્‍પેશોયાલીસ્‍ટ ખાસ ઉપસ્‍થિત રહેશે

અખિલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ રઘુવીર સેના આયોજિત આ કાર્યક્રમમાં રજીસ્‍ટ્રેશન માટે સંપર્કઃ જગદીશભાઈ જોબનપુત્રાઃ ૯૮૨૫૬ ૩૫૩૫૨, ગિરીશ ભાઈ આડતિયાઃ ૯૪૨૭૨ ૨૯૩૯૪, યતિનભાઈ કારીયાઃ ૭૦૧૬૯ ૯૦૯૧૦, પંકજભાઈ પલાણઃ ૯૪૨૬૯ ૮૯૬૩૩, ખમીરભાઈ મજમુદારઃ ૯૮૨૫૦ ૨૭૧૫૧, જનકભાઈ ટીલાવતઃ ૯૫૩૭૩ ૪૩૪૭૨, ભાવનાબેન માળીઃ ૮૧૬૦૯ ૮૦૫૦૦, જયશ્રીબેન જાનીઃ ૯૨૬૫૪ ૯૦૪૭૩નો સંપર્ક કરવા જણાવાયું છે.

વધુ માહિતી માટે દીપલભાઈ રૂપારેલીયાઃ ૯૨૬૫૧ ૮૨૬૬૯ તથા હિતેષ ભાઈ કંટારિયાઃ ૯૯૨૫૩ ૯૩૭૧૧ નો સંપર્ક કરવો.

(1:12 PM IST)