News of Thursday, 21st August 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફસાયેલા ૧૫ લોકોને બોટની મદદથી બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડાયા
ફાયર વિભાગ ખંભાળિયા તથા કલ્યાણપુર મામલતદારની ડિઝાસ્ટર ટીમ દ્વારા કામગીરીઃ તંત્રએ રાહતનો શ્વાસ લીધો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે સવારથી ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે ખાનગી કંપનીના ૧૫ જેટલા વ્યક્તિઓ હાઈવેથી ૭૦૦ મીટર દૂર અંદરના ભાગમાં હતા. જેમાં ચારે તરફથી પાણી આવી જતા ખુલ્લા પટ માં આ ફસાઈ ગયા હતા જેમને ફાયર વિભાગ ખંભાળિયા તથા કલ્યાણપુર મામલતદારની ડિઝાસ્ટર ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી અને પાણીમાંથી દૂર બોટની મદદથી બહાર કાઢી અને સલામત સ્થળે પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવી હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
