News of Thursday, 21st August 2025
આજે સૌરાષ્ટ્ર-રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીઃ સ્ટાફને હેડકવાર્ટર પર રહેવા આદેશો

રાજકોટ, તા.૨૧: ભારતીય હવામાન વિભાગે (આઇ.એમ.ડી.) સૌરાષ્ટ્રમાં આજે તા.૨૧ ઓગસ્ટનાં રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેથી રાજકોટ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કલેકટર ઓમ પ્રકાશે સૂચના આપી છે.
જિલ્લાનાં પ્રાંત અધિકારીઓ, તાલુકા નોડલ અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓએ પોતાના કર્મચારીઓ સાથે મુખ્ય મથક પર રહેવા કલેકટર ઓમ -કાશે આદેશ આપ્યો છે.
આઇ.એમ.ડી.ના અહેવાલ મુજબ આજે તા.૨૧ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેથી, ફરજ પરનાં અધિકારીઓ કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે નિવારક પગલાં લેવાનું સુનિヘતિ કરશે. ઉપરાંત જો કોઈ આપત્તિજનક ઘટના બને તો તાત્કાલિક જિલ્લા આપત્તિ નિયંત્રણને જાણ કરવા કલેકટરે સુચના આપી છે
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
