News of Thursday, 21st August 2025
ભેંસાણમાં ૧, જામનગરમાં પોણો ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ
બપોરે ૨ઃ૪૫ વાગ્યે

રાજકોટ,તા.૨૧ રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે. આજે બપોરે જુનાગઢના ભેંસાણમાં ૧ અને જામનગરમાં પોણો ઇંચ વરસાદ પડયા છે. આ ઉપરાંત દ્વારકા, ભાણવડ, ગીરગઢડા, પાટણ, વેરાવળ, સુત્રાપાડા, ઉનામાં ઝાપટા, પડયા છે.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢના ભેંસાણમાં ૧ ઇંચ તથા મેંદરડા માં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે કેશોદ, વંથલી, જૂનાગઢ,માંગરોળ , વિસાવદર માં ઝાપટા પડયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે જયારે જોડીયા, કાલાવડ, લાલપુરમાં ઝાપટા પડયા છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
