<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર : ખેતરોમાં પાણી ઘુસ્યા : અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા : ભારે નુક્શાનની ભીતિ

ઓજત નદીનું પાણી ઇન્દ્રાણા ગામમાં પરિવર્તન ગામમાં પણ રાત્રિના ગોઠણ ડૂબ પાણી ઘરોમાં ઘુસિયા હોય ગામ લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું

 જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અનેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ભારે વરસાદને કારણે ખેતરો પાણી પાણી થતા ખેતીના પાકને ભારે નુકાસન થવાની ખેડૂતોને ભીતિ સેવાઇ રહી છે.

 

કેશોદ તાલુકામાં ભારે વરસાદ થતાં ઓજત નદીના પાણી ઇન્દ્રાણા ગામમાં ઘૂસી જતા ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો ઓજત નદીના પાણી ઇન્દ્રાણા ગામના ખેતરોમાં ફરી મળતા ઉભા પાકને નુકસાન થયું ભારે વરસાદના કારણે ઇન્દ્રાણાથી પાદરડી બાલાગામ સહિતના ગામમાં જવાનો રસ્તો પણ બંધ થયો ખેતરમાં પાણી પરિવર્તન ઢોરનો ચારો પણ પલળી જતા ઢોરને ચારો નાખવો પણ મુશ્કેલ બન્યો કેશોદમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 10 ઇંચ વરસાદ પડતા ઈન્દ્રાણા ગામે પાંચ થી છ કલાક સુધી પૂરની સ્થિતિ સર્જાઇ રાત્રિના પાણી ઓછળતા એક ફૂટ જેટલું પાણી ઓશરીયુ હોય હજુ પણ ખેતરોમાં પાણી ભરેલું હોય લોકોને ખેતરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે ઇન્દ્રાણા ગામના સ્થાનિક લોકોના મકાનમાં પણ પાણી પહોંચી ચૂક્યા હોય ત્યારે લોકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો

 

કેશોદ તાલુકામાં ભારે વરસાદ પડતા ઓજત નદીના પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળતા ઇન્દ્રાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા લોકોએ ગામમાં આવું પડ્યું અને ગામમાં પણ પાણી ઘૂસી જતા તે જ પરિસ્થિતિ જોવા મળી ખેડૂતોએ વાવેલ મગફળીમાં 50% જેટલી હાલ વરસાદી પાણીથી નુકસાની થવા પામી 24 કલાકથી ખેતરોમાં પાણી ભરાઈ લેતા ખેડૂતોને પણ નુકસાન થવા પામ્યો ઓજત નદીનું પાણી ઇન્દ્રાણા ગામમાં પરિવર્તન ગામમાં પણ રાત્રિના ગોઠણ ડૂબ પાણી ઘરોમાં ઘુસિયા હોય ગામ લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.

 

ગઈકાલે વરસાદ થવાથી આજે વરસાદ બંધ થયો હોય ત્યારે પણ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી ગામમાં પણ હજી જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોય ઈન્દ્રણા ગામથી બાલાગામ પંચાળા પાદરડી જેવા ગામોના રસ્તા હજુ બંધ છે બે દિવસથી ઈંધણા ગામમાં પાણી હોય ત્યારે મહિલાઓ પણ ઘરમાં પાણી ઘૂસી જતા ખાટલે બેસી અને રસોઈ કરવા મજબૂર બન્યા હતા ગામમાં આટલી વિગત પરિસ્થિતિ હોવા છતાં પણ કોઈ અધિકારી કે રાજકીય નેતા હજુ સુધી આશ્વાસન આપવા પણ ફરક્યા નથી. કેશોદ તાલુકાના એક જ દિવસમાં 10 એકથી વધુ વરસાદ થતા ઓજત નદી તેમજ સાબરી નદીના પાણી ઇન્દ્રાણા સહિતના ગામોમાં પરિવર્તા ખેતરોમાં માંડવીના પાકને વારંવાર થયું નુકસાન ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

(6:31 PM IST)